Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બપોરે બે વાગ્યાથી વરસાદનું જોર ઘટયું : કચ્છના અબડાસામાં દોઢ ઇંચ : બગસરામાં એક ઇંચ : ૨૮ તાલુકામાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ વરસાદ

રાજકોટ :::રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બપોરે બે વાગ્યાથી વરસાદનું જોર ઘટયું હોય તેવું વાતાવરણ છવાયું છે માત્ર કચ્છના અબડાસામાં દોઢ ઇંચ તથા બગસરામાં એક ઇંચ વરસાદ પડ્યો છે. ૨૮ તાલુકામાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.

        આજે બપોરના ૨થી ૪ દરમિયાન બે કલાકમાં અમરેલી જિલ્લાના અમરેલી શહેરમાં તથા લીલીયામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે જ્યારે બાબરા લાઠી અને સાવરકુંડલામાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે.

       કચ્છના લખપત તાલુકામાં અડધો ઇંચ તથા નખત્રાણા ભચાઉ માંડવી અને રાપરમાં ઝાપટા વરસ્યા છે.

        ભાવનગર જિલ્લાના મહુવા અને ઉમરાળામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે ગારીયાધાર ઘોઘા પાલીતાણા ભાવનગર શહેર વલભીપુર અને સિહોરમાં ઝાપટા પડ્યા છે. બોટાદ જિલ્લાના ગઢડામાં પણ હળવા ઝાપટા વરસ્યા છે.

       જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ શહેર તથા ભેસાણ મેંદરડા વંથલીમાં ઝાપટા વરસ્યા છે.

       જામનગર જિલ્લાના જામજોધપુર જામનગર શહેર જોડીયા અને ધ્રોલમાં પણ હળવા ઝાપટા વરસ્યા છે.

          રાજકોટ જિલ્લાના ઉપલેટા અને વિછીયા માં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ગોંડલ જસદણ ધોરાજી પડધરી રાજકોટ અને લોધીકામા હળવા ભારે ઝાપટાં વરસ્યા છે.

(4:31 pm IST)