Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજ, અંજાર, ગાંધીધામ અને મુંદરા શહેરના વિપક્ષી નેતા, ઉપનેતા તથા દંડકની વરણી કરાઈ

વિરોધ પક્ષનો અવાજ વધુ બુલંદ થશે. શહેરી વિસ્તારની સમસ્યાઓને અરસકારક વાંચા મળશે

ભુજ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા દ્વારા કચ્છ જિલ્લાની નગરપાલિકા ભુજ, અંજાર, ગાંધીધામ અને મુંદરા શહેરના વિપક્ષી નેતા, ઉપનેતા અને દંડકની વરણી કરાઈ છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા પદે કાસમભાઈ મામદ સમા, ઉપનેતા ફાલ્ગુનીબેન અમિતભાઈ ગોર અને દંડક તરીકે હમીદભાઈ ઉમરભાઈ સમાની વરણી કરાઈ છે. જ્યારે અંજાર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે રાજેન્દ્રસિંહ ટી. જાડેજા, ગાંધીધામ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે સમીપભાઈ હિંમતભાઈ જાેષી, ઉપનેતા અમિતભાઈ અજીતભાઈ ચાવડા અને દંડક તરીકે જગદીશ નારાણ ગઢવીની નિયુક્તિ કરાઈ છે. આ ઉપરાંત મુંદરા-બારોઈ નગરપાલિકાના વિપક્ષી નેતા પદે ઈમરાન હાજી સલીમ જત, ઉપનેતા કાનજી દેવજી સોંધરા તથા દંડક તરીકે નયનાબેન કાનજીભાઈ સુરાની વરણી કરાઈ છે.

આ વરણી થતાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ શુભકામનાઓ પાઠવી નિમણૂંક પત્ર એનાયત કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, આ નિમણંૂંકો મળતા વિરોધ પક્ષનો અવાજ વધુ બુલંદ થશે. શહેરી વિસ્તારની સમસ્યાઓને અરસકારક વાંચા મળશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ નિમણૂંકોને વી.કે. હંુંબલ, લખીબેન રમેશ ડાંગર, રવિન્દ્ર ત્રવાડી, કપીલ કેસરીયા, સંજય ગાંધી, સલીમ જત, ઈલિયાસ ઘાંચી, મુસ્તાકભાઈ હિંગોરજા, રજાક ચાકી, હાસમભાઈ સમા, ધીરજ રૂપાણી, અમિત ગોર, આઈશુબેન સમા, અંજલિ ગોર વગેરેએ આવકારી હતી એવુું કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા ગનીભાઈ કુંભારે જણાવ્યું હતું

(11:40 pm IST)