Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ભાદર ડેમ ઓવરફલો થવામાં અડધો ફૂટ બાકી : સિંહણ ડેમ છલકાયો

રાજકોટ જીલ્લામાં અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ઉપરવાસ વરસાદ વરસતા પાણીના જળાશયો છલોછલ

રાજકોટ, તા. ર૪ :  સૌરાષ્‍ટ્રનો સૌથી મોટો ભાદર ડેમ ઓવરફલો થવા આડે હવે અડધા ફૂટનું છેટુ છે. જયારે દેવભૂમિ દ્વારકા જીલ્લાનો સિંહણ ડેમ ઓવરફલો થયો છે.
ગોંડલ - જેતપુર
(ભાવેશ ભોજાણી -કેતન ઓઝા દ્વારા) જેતપુર-ગોંડલ : સૌરાષ્‍ટ્રના સાગર સમા ભાદર ડેમમાં ઉપવરવાસ વરસાદથી આવક થતા ડેમની સપાટી ૩૩.પ૦ ફૂટ પહોંચતા ડેમનો જળ જથ્‍થો ૬૩૦૦ એનસીએફએસ સંગ્રહીત ડેમની સપાટી ૩૪ ફૂટ છે હવે ઓવરફલો થવામાં હાથ વેટનું છેટું હોય ગમે ત્‍યારે ઓવરફલો થઇ શકે છે. પાણીની આવક ધીમી હોય ડેમ ઓવરફલો થશે ત્‍યારે પાટિયા પ્રમાણસર ખોલવામાં આવે તેવી શકયતા છે.
ખંભાળીયા
(કૌશલ સવજાણી દ્વારા ખંભાળીયા, : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘ સવારી વરસી રહી છે. ગઇકાલે દિવસ દરમિયાન હળવા તથા ભારે ઝાપટાથી જિલ્લામાં અડધાથી એક ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો છે.
ખંભાળિયામાં ગઇકાલે આખો દિવસ વરસાદી માહોલ રહ્યો હતો. પરંતુ દિવસ દરમિયાન હળવા ઝાપટા અવિરત રીતે વરસ્‍યા હતા. આજે વહેલી સવારે સાડા પાંચેક વાગ્‍યે પણ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. પરંતુ માત્ર હળવા ઝાપટાં રૂપે માત્ર બે મી.મી. જ પાણી વરસ્‍યુ હતું. આજે સવારે આઠ વાગયે પુરા થતા ર૪ કલાક દરમિયાન ખંભાળિયામાં ર૪ મીમી સાથે કુલ ૮૭ર મીલીમટર (૧૧૧.૮૯ ટકા), દ્વારકામાં ર૬ મિલીમીટર સાથે કુલ પ૭૭ મિલીમીટર (૧૧૩.૮૧ ટકા) , કલ્‍યાણપુર તાલુકાના ૧૯ મિલીમીટર સાથે કુલ ૭૮૬ મિલીમટર (૧૧૧.પર ટકા) વરસાદ વરસી ગયાનું સરકારી ચોપડે નોંધાયું છે.
ખંભાળિયા-જામનગર રોડ ઉપર આવેલો મહત્‍વનો રર ફૂટનો સિંહ ડેમ કે સલાયા, માંઢા, સિંહણ સહિતના અનેક ગામો માટે આશીર્વાદ રૂપ છે, આ ડેમ ઉપરવાસના પાણીની આવકના કારણે આજે સવારે ઓવરફલો થઇ ગયો હોવાનું જાણવા મળે છે.
આમ, છેલ્લા દિવસોના વરસાદથી જિલ્લાના મોટાભાગના જળાશયો તરબતર બન્‍યા છે.

 

(11:07 am IST)