Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

દ્વારકા-જામનગર-બગસરામાં બે ઇંચ

રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ૧૩ તાલુકામાં ઝાપટાથી માંડીને પોણો ઇંચ વરસાદઃ મેઘાવી માહોલ યથાવત

ગોંડલઃ ગોંડલમાં કાલે ૧ ઇંચ વરસાદ  વરસ્‍યો હતો. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
રાજકોટ, તા., ૨૪: રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મિશ્ર હવામાન વચ્‍ચે કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ વરસી જાય છે. ગઇકાલે રાત્રીથી આજે સવાર સુધીમાં જામનગર અને અમરેલી જીલ્લાના બગસરામાં ર ઇંચ વરસાદ પડયો છે. જયારે રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ૧૩ તાલુકામાં હળવા ભારે ઝાપટા પડયા છે.
આ ઉપરાંત અમરેલી જીલ્લાના બગસરામાં ર ઇંચ તથા અમરેલી શહેર અને બાબરામાં ઝાપટા વરસ્‍યા છે.
આ ઉપરાંત પોરબંદરમાં ઝાપટા તથા રાણાવાવમાં પોણો ઇંચ, કચ્‍છના નખત્રાણામાં પોણો ઇંચ અને અબડાસામાં અડધો ઇંચ વરસાદ પડયો છે.
સુરેન્‍દ્રનગરના પાટડીમાં પોણો ઇંચ તથા થાનગઢ અને વઢવાણમાં ઝાપટા વરસ્‍યા છે.
રાજકોટ શહેર અને પડધરીમાં પણ ઝાપટા વરસ્‍યા હતા.
જામનગર
(મુકુન્‍દ બદીયાણી દ્વારા) જામનગરઃ જામનગરમાં આજે વહેલી સવારે ૪ ઇંચ તથા સવારે ૬ થી ૮ દરમિયાન ર મી.મી. વરસાદ પડયો હતો.
છેલ્લા ર૪ કલાકમાં જામનગરના જોડીયામાં ૮ ઇંચ, ધ્રોલમાં ર ઇંચ, જામનગરમાં અઢી ઇંચ, લાલપુરમાં અડધો ઇંચ અને જામજોધપુરમાં ઝાપટા પડયા હતા.
જયારે ધ્રોલમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.
જામનગર જીલ્લાના લાલપુરમાં સવારે ૬ થી ૮ દરમિયાન ૭ મી.મી. વરસાદ પડયો છે. જયારે ૮ થી ૧૦ માં ૩ મી.મી. વરસાદ પડયો છે.
જામનગરમાં આજનું હવામાન ૩૧ ડીગ્રી મહતમ તાપમાન, રપ લઘુતમ તાપમાન, ૯૭ ટકા હવામાં ભેજ તથા ૬.૮ કી.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.
દ્વારકા
(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકાઃ દેવભુમી દ્વારકામાં  આજે સવારથી મેઘરાજાની મહેર થઇ છે. ગઇકાલ સવારથી આજે સવારના ૮.૩૦ વાગ્‍યા સુધી પ૬ મી.મી. એટલે કે સવા ર ઇંચ વરસાદ.
દેવભુમી દ્વારકા જીલ્લાના કલ્‍યાણપુરમાં અડધો ઇંચ, દ્વારકામાં સવારે ૮ થી ૧૦માં દોઢ ઇંચ તથા ખંભાળીયામાં ઝાપટા વરસ્‍યા છે. અને સવારે ૯.૩૦ વાગ્‍યે પણ એકરસ વાતાવરણ સાથે વરસાદ વરસી રહયો છે.
જુનાગઢ
(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ  જુનાગઢ જીલ્લાના માંગરોળ અને માળીયા હાટીનામાં ઝાપટા રૂપે વરસાદ આજે સવારે પડયો હતો. જયારે છેલ્લા ર૪ કલાકમાં વંથલી, માણાવદર અને મેંદરણામાં દોઢ ઇંચ કેશોદમાં પોણો ઇંચ તથા જુનાગઢ અને વિસાવદરમાં ઝાપટા વરસ્‍યા હતા.
માણાવદર
(ગીરીશ પટેલ દ્વારા) માણાવદરઃ માણાવદર પંથકમાં કાલે ઠેર-ઠેર વરસાદે ફરી જળબંબાકાર થયું છે. શહેરમાં દોઢ ઇંચ વધુ છે તો ગ્રામ્‍યમાં ર ઇંચથી વધુ પડયો છે. છેલ્લા ઘણા દિવસોથી નદી-નાળા-વોકળા ડેમો હાઉસફુલ છે જ તેમ વધુ વરસાદના પગલે ફરી ચેકડેમો બે કાંઠે ઓવરફલો થઇ રહયો છે. વધુ વરસાદના પગલે ઉભા પાકને હવે નુકશાની થવાનો ભય છે તેમ ખેડુતો જણાવી રહયા છે. આજના વરસાદે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા.
ગોંડલ
(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : વરસાદી માહોલ વચ્‍ચે દિવસભર હળવા ઝાપટાં બાદ બપોરે ધોધમાર વરસાદ વરસતા એક ઇંચ વરસાદ પડયો હતો.
અમરેલી
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : અમરેલીમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. બપોરના અઢી વાગ્‍યાથી ધીમીધારે વરસાદ વરસતા રસ્‍તા ઉપર વરસાદી પાણી ફરી વળ્‍યા છે. આખો દિવસ તડકો અને વાદળવાળુ વાતાવરણ રહ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્‍યો હતો અને વાદળા છવાઇ ગયા હતા.

 

(11:09 am IST)