Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ધ્રાંગધ્રા અને પાટડીમાં ૨૧ લાખ ૬૦ હજારની વીજચોરી

વઢવાણ,તા. ૨૪: ધ્રાંગધ્રા પંથકમાં વીજ ચોરી અંગેની ફરિયાદોને લઈને વિજિલન્સની ૩૬ ટીમ પોલીસ,એકસ આર્મીમેન અને વીજ કંપનીના અધિકારીઓ સાથે શહેરની મુખ્ય બજારો અલગ અલગ વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર બાવળી ફીડર,રાજસીતાપુર વિસ્તારમાં વીજ ચેકીંગ કામગીરી હાથ ધરી હતી. જેમાં ઘરવપરાશ, કોમર્શિયલ, ખેતી, ઇન્ડસ્ટ્રીયલ.કુલ ૩૧૯ કનેકશન ચેક કરાયા હતા. જેમાંથી ચાલીસ મા વીજ ચોરી કરતા હોવાનું જણાતા રૂપિયા ૧૪ લાખ ૨૦ હજાર ના બીલ ફટકારવામાં આવ્યા હતા.

પાટડી દસાડા પંથકમાં પણ વીજ ચોરી પકડવા માટે ચેકિંગ હાથ ધરાયું હતું. પાટડી પંથકમાં કુલ ૨૭૧ કનેકશન ચેક કરી તેમાંથી ૩૪ જગ્યાએ વીજચોરી ઝડપી પાડી હતી અને રૂપિયા સાત લાખ ૪૦ હજાર ના બિલ ફટકારવામાં આવ્યા હતા.

જુગાર દરોડો

ધ્રાંગધ્રા વિસ્તારમાં દારૂ અને જુગારની પ્રવૃત્ત્િ। સામે કડક કાર્યવાહી કરવાની ડીવાયએસપી.આર.બી.દેવધા. સાહેબની સૂચના ને લઈને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઇ. એ.એમ.ગોરી. તથા તેમના સ્ટાફ સાથે બાતમી મળતા ધાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામે રેડ કરી હતી. આ ગામના અશોક જગજીવન સંદ્યાણીના રહેણાંકના મકાનમાં ઉપરના માળે ચાલતા જુગારધામ પર દરોડો કર્યો હતો. અને કોઈ ભાગી શકે તે પહેલા જ અશોક જગજીવન સંઘાણી હસમુખ ચંદુભાઈ ચીહલી મહેન્દ્ર મગન ઉભડીયા ભરત છગન ટમાલિયા ધીરૂ હમીરભાઇ લકુમ પિન્ટુ ભાઈ છગનભાઈ ઈંદરિયા વિપુલ મેરૂભાઈ લકુમ અને પ્રકાશભાઇ ડાહ્યાભાઈ પટેલને પકડી પાડ્યા હતા.

(11:33 am IST)