Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

જાંબુડાના પાટીયા પાસે પિસ્તોલ સાથે ઝડપાયો

જામનગર તા. ર૪ :.. જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્રને એલ.સી.બી.ના પો. ઇન્સ. એસ. એસ. નિનામાને જામનગર જીલ્લામાંથી પ્રોહી જૂગાર તથા હથિયારધારા હેઠળના વધુમાં વધુ કેસો શોધી કાઢવા સુચના કરવામાં  આવેલ હોય, જેથી એલ. સી. બી. સ્ટાફના પો. સ. ઇ. કે. કે. ગોહી તથા પો. સ.ઇ. બી. એમ. દેવમુરારી તથા પો. સ. ઇ. આર. બી. ગોજીયા દ્વારા અસામાજીક ઇસમોની હાલની પ્રવૃતિ બાબતે સચોટ માહિતી એકઠી કરવામાં આવેલ.

દરમ્યાન એલ. સી. બી. સ્ટાફ ભગીરથસિંહ સરવૈયા તથા યશપાલસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે આરોપી સલીમભાઇ હમીદભાઇ વહેવારીયા રહે. લાલવાડી આવાસ કોલોની, હાપા રોડ, જામનગર વાળાને જાબુંડા ગામના પાટીયા પાસેથી લાયસન્સ પરવાના વગરની એક પિસ્ટલ કિ. રૂ. રપ,૦૦૦ તથા જીવતા કાર્ટીસ નંગ-ર કિ. રૂ. ર૦૦ મળી કુલ રૂ. રપ,ર૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર વિરૂધ્ધ પો. હેડ કોન્સ. દિલીપભાઇ તલાવડીયાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો. સ. ઇ. કે. કે. ગોહીલએ હથિયાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મજકૂર ઇસમને પિસ્ટલ તથા કાર્ટીશ સલીમભાઇ ઇબ્રાહીમભાઇ કુરેશી રહે. ગોમતીપુર જામનગર વાળાએ આપેલ હોવાનું જણાવેલ હોય, જેને પકડવાની કાર્યવાહી ચાલુમા છે.

આ કાર્યવાહી પો. ઇન્સ. એસ. એસ. નિનામાની સુચનાથી પો. સ. ઇ. આર. બી. ગોજીયા, પો. સ. ઇ. બી. એમ. દેવમુરારી કે. કે. ગોહીલ તથા એલ. સી. બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા, દિલીપભાઇ તલવાડીયા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ. બી. જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(11:33 am IST)