Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

વાંકાનેરમાં છ બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા ત્રણ મકાનમાંથી ૧.રપ લાખની મતા ચોરી ગયા

ગાયત્રી સોસાયટીમાં તસ્કરોના કોમ્બીંગથી લોકોમાં ફફડાટઃ ત્રણ મકાનમાં તસ્કરોને કંઇ ન મળ્યુ

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર તા. ર૪ :.. વાંકાનેરના પંચાસર રોડ માર્ગ પાસે આવેલ ગાયત્રી સોસાયટીમાં બંધ રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને ત્રણ મકાનમાંથી સવા લાખથી વધુની મતા ચોરી કરી ગયા હતાં.

ગાયત્રી સોસાયટીમાં રહેતા વિવેકભાઇ પ્રવિણભાઇ કોટકના નિવાસ સ્થાનેથી એલ. આઇ. ડી. ટીવી અને ૧પ૦૦ રૂપિયા રોકડ રકમ ગયેલા તેઓએ જણાવેલ કે અમે બહારગામ હતા બંધ મકાનમાંથી ચોરી થયેલ તેમજ નિલેશભાઇ પટેલના નિવાસ સ્થાનેથી બંધ મકાનમાંથી સોનાના બુંટીયા સોનાની બંગળી અને ૬ હજાર રોકડ રકમ લઇ ગયેલ તેઓએ જણાવેલ કે હુ બહારગામ હતો અને રાત્રીના ર.૩૦ વાગ્યે આવેલ જે ચોરી રાત્રીના ર.૩૦ વાગ્યા પહેલા થયેલ છે.

આ ઉપરાંત જીજ્ઞેશભાઇ ત્રિવેદીના મકાનમાંથી સોનાના નાના નાના દાગીના  અને રોકડ રકમ બંધ મકાનમાંથી તસ્કરો લઇ ગયેલ આ ઉપરાંત પણ ગાયત્રી સોસાયટીના રહેવાસીઓના કહેવા મુજબ બીજા ત્રણ બંધ મકાનમાં તસ્કરો ગયેલા પણ કોઇ વસ્તુ મળેલ નથી.

આ અંગે ગાયત્રી સોસાયટીના રહેવાસીઓ એ વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરેલ છે. ફરીયાદ કરેલ છે. ગાયત્રી સોસાયટીમાં એક સાથે ત્રણ બંધ મકાનમાં તસ્કરો ત્રાટકતા પોલીસની નાઇટ પેટ્રોલીંગ સહિતની કામગીરી સામે સવાલો ઉઠી રહયા છે. છેલ્લા ઘણા સમયથી નાના મોટા ચોરી ના બનાવ બનતા રહે જ છે. વાંકાનેર શહેરના પ્રજાજનો દ્વારા માગણી ઉઠેલ છે કે પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલીંગ વધારવામાં આવે અને ર ચોરીના બનાવો જે વધી રહ્યા છે. તેને રોકવા માટે નકકર કામ કરવામાં આવે તેવી પ્રજાજનોની માગણી છે.

(11:34 am IST)