Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

સોમનાથ મંદિરના અતિથિગૃહના કર્મચારીઓની પ્રેરક પ્રમાણીકતા

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ, તા., ર૪: વિશ્વ પ્રસિધ્ધ ભારત બાર જયોર્તીલીંગ પ્રથમ દેવાધીદેવ ભગવાન સોમનાથ મહાદેવ દર્શનાર્થે દેશ વિશ્વના ભાવીકો સોમનાથ નિરંતર આવતા જ રહે છે. જેઓ સોમનાથ ટ્રસ્ટ અતિથિ ગૃહોમાં રોકાણ નિવાસ કરે છે. ઉતાવળમાં અગર આરામ સમયે તેઓએ રૂમમાં રાખેલી વસ્તુઓ ભુલી જતા હોય છે.

છેલ્લા બે માસમાં અતિથિ ગૃહના ફરજ ઉપરના કર્મચારીઓએ રોકડ રૂપીયા ૭પ૦૦ સોનાની વીટી પાંચ મોબાઇલ એક પાકીટ ૧, થેલો ૧ જે લોકો ભુલી ગયેલ તેના મુળ માલીકને ખરાઇ કરી પરત આપી પ્રમાણીકતાનું પ્રેરક દ્રષ્ટાંત પુરૂ પાડેલ છે.

સોમનાથ ટ્રસ્ટ-ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરી અને જનરલ મેનેજરે જણાવ્યું કે સોમનાથના શ્રી રામ મંદિર ખાતે પટાવાળા ભરત કોડીયાતરને મંદિર સભાગૃહમાંથી રૂપીયા ૭પ૦૦ રોકડા મળેલ જેની કોઇએ માલીકી ન દાખવતા ટ્રસ્ટમાં જમા કરાયેલ છે.

ટ્રસ્ટ અતિથિ ગૃહ માહેશ્વરી રીસેપ્શન પાસે સોના જેવી વીટી ભુલી જતા સુપરવાઇઝર અરવિંદભાઇ બમણીયાએ મુળ માલીકને રૂબરૂ બોલાવી પરત કરેલ તેવી રીતે લીલાવતી ડાયનીંગ હોલમાં અંકિતાબેન પટેલ તેનો મોબાઇલ ભુલી જતા સાફઇકામ કરતા બેનાબેન ગરેજાને મળી આવતા કેરટેકટર દ્વારા ઓળખ કરી મોબાઇલ પરત કરવામાં આવેલ છે. બીજા એક કિસ્સામાં જૈમીન પટેલ ગાંધીનગર લીલાવતી ભવનમાં રૂમમાં સોના જેવી ચાર નંગ વીટી ભુલી જતા સફાઇ વખતે દિવ્યરાજ જાડેજાને મળતા તેઓએ ડેરટેકટરી ભવનમાં બોરીચા શુંભાગીબેન-ગાંધીનગર ેતેના પૈસાનું પાકીટ ભુલી જે કર્મચારી ગઢીયા રાકેશને મળતા બહેનને ખરાઇ કરી પરત કરેલ.

ડોરમેટરી ભવન લોબીમાં બારીયા સંજયકુમાર થેલો ભુલી જતા કર્મચારી બારડ કમલેશને મળતા ઓળખ કરી પરત આપવામાં આવેલ છે.

તીર્થની શાન પ્રતિષ્ઠા અને પ્રમાણીકતાના બિરદાવવા પાત્ર કાર્યમાં અતિથિગૃહ અધિકારીઓ કાંતીભાઇ ગઢીયા, દિનેશભાઇ મારૂ, મયુરભાઇ, પ્રચ્છક અને લીલાવતી ભોજનાલયના ગટુરસિંગનો સહયોગ મળેલ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટે પ્રમાણીકતા દાખવેલ આ તમામ કર્મચારીઓની વિગત ફોટો સાથે ટ્રસ્ટ મુખપત્ર સોમનાથ વર્તમાનમાં પ્રસિધ્ધ કરી બિરદાવી હતી.

(11:35 am IST)