Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ઉનાની સરકારી હોસ્પિટલમાં ઉત્તમ સારવાર સાપ કરડતા કિશોરીનો જીવ બચાવ્યો

(નવીન જોશી દ્વારા) ઉના તા.ર૪ : વરસીંગપુર ગામે ખેતરમાં કામ કરતી કિશોરીને ઝેરી સાપએ દંશ દેતા જાગૃતતા અને સરકારી હોસ્પિટલમાં ડોકટરોની સઘન સારવારથી જીવ બચાવી લીધો હતો.

વરસીંગપુર ગામની સીમમાં ખેતરમાં મજુરી કામ કરતી આરતીબેન ધીરૂભાઇ બાંભણીયા ખેતરમાં કામ કરતી હતી. ત્યારે અચાનક ઝાડવામાં બેઠેલ ઝેરી સાપ ઉપર પગ મુકાઇ જતા સાપે છંછેડાય જતા યુવતી ના પગના પંજામાં અને તળીયામાં ડંખ મારતા રાડો નાખી જમીન ઉપર પડી ગય હતી અને તેના પરિવારજનો તથા મનોજભાઇ તુરંત ક્ષણનો વિલંબ કર્યા વગર ઉનાની સરકારી હોસ્પીટલે લઇ આવતા સિવિલ હોસ્પિટલનાં ડોકટર એન.કે.જાદવ તથા સ્ટાફે તુરંત ઝેર ઉતારવાનાં ઇન્જેકશન કિશોરીને અતી શરીરમાં ફેલાતુ ઝેર રોકી ઇજા પામેલ પગની સારવાર કરી હતી.

કલાકોની મહેનત પછી ડોકટરએ આ કિશોરીને ભયમુકત જાહેર કરી હતી. લોકોને અંધશ્રધ્ધામાં સમય ન બગાડી જો સર્પ દંશના દર્દીને તુરંત સરકારી હોસ્પિટલે લાવવામાં આવે તો માનવીનો જીવ બચી શકે તેમ છે. ખાનગી દવાખાનામાં હજારો રૂપિયાનો ખર્ચ થાય છે તે ઉના સરકારી હોસ્પિટલમાં ઝેરી સાપના કરડવાના મોંઘા ઇન્જેકશન વિનામૂલ્યે આપી લોકોને મદદરૂપ થયા હતા.

(11:36 am IST)