Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

જામનગરના કંકાવટી - રંગમતી સહિતના ડેમ ઓવરફલો

હાલારમાં હળવો - ભારે વરસાદ વરસતા જળાશયોમાં નવા નીર

 (મુકુંદ બદિયાણી - મુકેશ વરિયા દ્વારા) જામનગર તા. ૨૪ : જામનગર જિલ્લાનો કંકાવટી, રંગમતી સહિતના ડેમ ઓવરફલો થતા લોકોને ચેતવણી અપાઇ છે.
સબ ફોફલ ઓફિસર (ફલડ) અને કાર્યપાલક ઇજનેર, જામનગર સિંચાઇ વિભાગ, જામનગરના તા. ૨૩-૯-૨૦૨૧થી જણાવ્‍યા મુજબ જામનગર તાલુકાના ચંગા ગામ પાસેનો રંગમતી ડેમ નિર્ધારિત સપાટીએ ભરાઇ ગયેલ છે અને ડેમનો ૧ દરવાજો ૧ ફુટ ૬ કલાકે ખોલવામાં આવેલ છે, તો ડેમની હેઠવાસમાં નીચે જણાવેલ ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહી કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.
હેઠવાસમાં આવતા ગામો ચંગા, ચેલા, દરેડ, જામનગર, નવા નાગના, જુના નાગના, નવાગામ ઘેડના ગ્રામજનોને સાવચેત કરાયા છે.
આજે વહેલી સવારે જામનગર તાલુકાના ફલ્લા ગામે અડધો ઇંચ વરસાદ વરસ્‍યો હતો. જામવણથલ પંથકના ગામડાઓમાં થયેલા ભારે વરસાદને પગલે ફલ્લાના કંકાવટી ડેમમાં ભારે પાણીની આવક થઇ હતી અને ડેમના બે દરવાજા ખોલવામાં આવ્‍યા હતા.


 

(12:43 pm IST)