Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

જામનગરના મોટા ખડબા-૪, મોટી બાણુગારમાં ૩ ઇંચ

જામવંથલી, ધુતાપુર, જાલીયાદેવાણી, પીપરતોળા સહિતના ગામોમાં ૨ ઇંચ : હાલારમાં સર્વત્ર મેઘમહેર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૪ : જામનગર જિલ્લામાં ઝાપટાથી માંડીને ૪ ઇંચ વરસાદ પડયો છે. જેમાં સૌથી વધુ લાલપુર તાલુકાના મોટા ખડબામાં ૪ ઇંચ તથા જામનગર તાલુકાના મોટી બાણુગારમાં ૩ ઇંચ વરસાદ પડયો છે.
આ ઉપરાંત જામનગર જિલ્લાના જામવંથલી, ધુતાપુરમાં ૨ ઇંચ, વસઇ, અલીયાબાડા અને ફલ્લામાં દોઢ ઇંચ, લાખાબાવળમાં એક ઇંચ અને દરેડમાં અડધો ઇંચ વરસાદ પડયો છે.
જ્‍યારે જોડિયાના હડીયાણામાં અડધો ઇંચ વરસાદ પડયો છે. ધ્રોલના જાલીયા દેવાણીમાં ૨ અને લતીપુરમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.
કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડા, ખરેડી, ભ.ભેરાજા, મોટા વડાળા, નિકાવામાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ તથા જામજોધપુરના સમાણામાં અડધો ઇંચ તથા શેઠવડાળામાં ઝાપટા પડયા છે.
લાલપુરના પીપરતોળામાં ૨ ઇંચ તથા પડાણા, મોડપરમાં અડધો ઇંચ તથા ભણગોર અને ડબાસંગમાં ઝાપટા પડયા છે.

 

(12:44 pm IST)