Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

અમરેલી તાલુકા સંઘની સભા મળી : ૧૧.૮૮ લાખ નફો અને ૧૫ ટકા ડિવિડન્ડ

સંસ્થાનાં બિલ્ડીંગનું નામકરણ સ્વ.મોહનભાઇ નાકરાણી ભવન તેમજ ફોટાનુ અનાવરણ

અમરેલી,તા.૨૪: તાલુકા સહકારી ખરીદ વેચાણ સંધ લી. અમરેલીની ૩પ મી વાર્ષિક સાધારણ સભા બાલમુકુંદ હોલ, ગજેરાપરા અમરેલી ખાતે સંસ્થાના પ્રમુખ જયેશભાઈ એમ. નાકરાણીના અઘ્યક્ષસ્થાને મળી હતી.

સભા મળી તે પહેલા સંસ્થાના બીલ્ડીંગનું નામ સ્વ. મોહનભાઈ નાકરાણી ભવન રાખવામાં આવ્યું તેમજ તેઓના ફોટાનું અનાવરણ ધારાસભ્યશ્રી વિરજીભાઈ ઠુંમર, માર્કેટયાર્ડના ચેરમેન પી.પી.સોજીત્રા, ડો. કાનાબાર તેમજ અગ્રણી ડો.પી.પી.પંચાલનાં વરદ્હસ્તે ઉપસ્થિત ડિરેકકટરશ્રી, મહેમાનો અને કર્મચારીઓની હાજરીમાં કરવામાં આવેલ હતું.

સભાની કાર્યવાહી શરૂ કરતા પહેલા સંધના પૂર્વ પ્રમુખશ્રી સ્વ.મોહનભાઈ નાકરાણીના દુઃખદ અવસાન નીમીતે સભામાં શ્રઘ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સંસ્થાના ઉપપ્રમુખશ્રી દલસુખભાઈ દુધાતે મહેમાનોનું સ્વાગત કરીને આવકાર્યા હતા.

આજની સભાના પ્રમુખ સ્થાનેથી શ્રી જયેશભાઈ નાકરાણીએ જણાવ્યું હતું કે, ચાલુ સાલે સંસ્થાના બોર્ડ ઓફ ડીરેકટર્સની ચુંટણી હતી તેમાં સમગ્ર બોર્ડ બિનહરીફ થયેલ છે તેમજ બોર્ડના તમામ સદસ્યશ્રીઓએ તેમજ સંસ્થાએ સને ર૦ર૦/ર૦ર૧ ના વર્ષમાં તમામ ખર્ચાઓ બાદ કરી રૂ. ૧૧.૮૮ લાખ જેવો ચોખ્ખો નફો કરેલ છે. તેમજ સંસ્થાની સભાસદ મંડળીઓને ૧પ ટકા ડીવીડન્ડ જે છેલ્લાં વીસ વર્ષથી આપવામાં આવે છે તે આપવાનું જાહેર કરેલ હતું.

સંસ્થાના ડાયરેકટર શંભુભાઈ દેસાઈએ એજન્ડા મુજબની કાર્યવાહી શરૂ કરી હતી અને એજન્ડા મુજબના તમામ ઠરાવો સર્વાનુમતે સભામાં મંજુર રાખવામાં આવ્યા હતા. માર્કેટયાર્ડના પ્રમુખ પી.પી.સોજીત્રાએ જણાવ્યું હતું કે, મોંધવારી અને વધાતા જતા ભાવો અને વધતા ખર્ચાઓ કાઢતા સહકારી સંસ્થાને પોતાના પગ ઉપર ટકી રહેવું બહુ મુશ્કેલ છે. છતાં પણ તાલુકા સંધે કરકસર, મુકત વહીવટ કરી ૧૧.૮૮ લાખ જેવો ચોખ્ખો નફો અને ૧પ ટકા ડીવીડન્ડ આપેલ છે જે બદલ શ્રી જયેશભાઈ નાકરાણી અને તાલુકા સંધના સમગ્ર બોર્ડ અભિનંદનને પાત્ર છે તેઓએ વધુમાં માર્કેટયાર્ડ અમરેલી વિશે બહોળી માહીતી આપી હતી.

પરીવર્તન ટ્રસ્ટના પ્રમુખશ્રી શરદભાઈ ધાનાણી તેમજ તાલુકા કોગ્રેસ પ્રમુખશ્રી મનીષભાઈ ભંડેરીએ વકતવ્ય આપી સ્વ.મોહનભાઈ નાકરાણીને શ્રઘ્ધાંજલી અર્પણ કરી હતી. વયોવૃઘ્ધ વડીલ હરીબાપા સાંગાણીએ તેઓના પ્રવચનમાં સ્વ. મોહનભાઈની ગેરહાજરીએ સહકારી ક્ષેત્રમાં અને અમરેલી જીલ્લામા મોટી ખોટ પડેલ છે જે કદી પુરાય તેમ નથી તેમ જણાવ્યું હતું. તદઉપરાંત જે.પી.સોજીત્રા, ચતુરભાઈ ખુંટ, જે.પી.ગોળવાળા, કાળુભાઈ રૈયાણી, નટુભાઈ સોજીત્રા, જે.પી.વધાસીયા, રમેશભાઈ કોટડીયા, સાંગાભાઈ સાવલીયા, કીર્તીભાઈ ચોડવડીયા, મનસુખભાઈ નાકરાણી, બટુકભાઈ ખુંટ, મગનભાઈ લુણાગરીયા, બાબુભાઈ સોજીત્રા, દેવેન્દ્રભાઈ પાદરીયા, મધુભાઈ સાવલીયા, જંયતિભાઈ ચકરાણી, તેમજ આર્કીટેક એન્જીનીયર વનરાજભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેલા હતા.

અંતમાં આભારવિધિ સંસ્થાના સદસ્યશ્રી સાંગાભાઈ સાવલીયાએ કરી હતી તમામ સહકારી કાર્યકરો, મંડળીના પ્રમુખ/મંત્રીઓ અને મહાનુભાવોનો આભાર માન્યો હતો તેમ એમ.ડી. વિઠલભાઈ તારપરાની યાદી જણાવે છે.

(1:40 pm IST)