Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

કચ્છ જિલ્લામાં દિવાળી પર્વે બજારોમાં ખરીદીનો માહોલ : ભુજમાં દિવા, રંગોળીના રંગ અને અન્ય શણગાર સામગ્રીનું વેંચાણ શરૂ

વડાપ્રધાનના વોકલ ફોર લોકલના સંદેશથી પણ આવા નાના ધંધાર્થીઓને લાભ થાય તેવી આશા

કચ્છઃ દિવાળીને  હવે માત્ર 10 જ દિવસ બાકી છે ત્યારે જિલ્લાના મુખ્યમથક ભુજમાં દીવા, રંગોળીના રંગ અને અન્ય શણગાર સામગ્રીનું વેંચાણ શરૂ થયું છે. હાલ બજારોમાં ખાસ ઘરાકી જોવા મળી રહી નથી પણ ગયા બે વર્ષ કરતા આ વર્ષે સારો ધંધો રહેશે તેવી ધંધાર્થીઓને આશા છે. વડાપ્રધાનના વોકલ ફોર લોકલના સંદેશથી પણ આવા નાના ધંધાર્થીઓને લાભ થાય તેવી આશા છે.

(11:33 pm IST)