Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે દિવાળીના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક ડેપ્યુટી એસપી દ્વારા બોલાવાઈ

દિવાળીના સમયમાં સોની તેમજ આંગડિયા પેઢીમાં લૂંટ અને ચોરીના બનાવ ન બને તે બાબતે ખાસ તકેદારી રાખવા ડેપ્યુટી એસપી સાગર બાગમારે વેપારીઓને વિનંતી કરી અને પોલીસની જરૂર પડે તો જાણ કરવા પણ જણાવ્યું: દિવાળી તહેવાર દરમિયાન શહેરમાં કોઈને હાની પહોંચે એ પ્રકારે ફટાકડા નહીં ફોડવા લોકોને સાવચેત કરતાં ધોરાજીના પોલીસ ઈન્સપેક્ટર હુંકુમતસિંહ જાડેજા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે દિવાળીના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક ડેપ્યુટી એસપી દ્વારા બોલાવવામાં આવી હતી

દિવાળીના સમયમાં સોની તેમજ આંગડિયા પેઢીમાં લૂંટ અને ચોરીના બનાવ ન બને તે બાબતે ખાસ તકેદારી રાખવા ડેપ્યુટી એસપી સાગર બાગમારે વેપારીઓને વિનંતી કરી અને પોલીસ ની જરૂર પડે તો જાણ કરવા પણ જણાવ્યું હતું
ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ડેપ્યુટી એસપી સાગર બાગમાંર ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને વેપારીઓની અને આંગડિયા પેઢીના સંચાલકો ની શાંતિ સમિતિની તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી
 આ સમયે ડેપ્યુટી એસપી સાગર બાગમાંરે જણાવેલ કે આગામી દિવસોમાં દિવાળી-નવુ વર્ષ તહેવારની ઉજવણી થનાર છે. આ દિવાળી/ બેસતા વર્ષે ની ઉજવણી નિમિતે ધોરાજી શહેરનાં વેપારીઆગેવાનો- સોનીમહાજન વેપારી, આંગડીયા પેઢી વાળા, કોને સુચના આપતા જણાવેલ કે . આગામી દિવાળી-નવાવર્ષ તહેવાર નિમિતે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોત પોતાના ધંધા-રોજગાર તથા પેઢી બાબતે ચર્ચા કરી અને તેઓને આગામી તહેવાર નિમિતે તકેદારી રાખવા સુચના-ચર્ચા કરી જે નીચે મુજબ છે.
 સોની બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકોની એક સાથે વધુ ભીડ ન થાય તે જોવુ અને ભીડ થાય તે સમયે ભીડનો લાભ લઇ કોઇ ચીલઝડપનો બનાવ ન બને તે માટે દુકાનનાં કેમેરા ચાલુ હાલતમાં રાખવા અને કેમેરા રોડ સાઇડ પણ રાખવા જેથી દુકાનમાં આવતા તથા નીકળતા વ્યકિત ઓળખાઇ શકે.
 દુકાનમાં તહેવાર નિમિતે બજારમાં વધુ પડતી નાણાકીય હેરફેર થતી હોય છે જેથી દુકાનમાં આવેલ કેમેરા તથા દુકાનમાં આવતાં ગ્રાહકોની થતી અવરજવર ઉપર સતત મોનીટરીંગ રહે તે માટે પુરતૂ ધ્યાન આપવુ તેમજ એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ ઉપર કેમેરા સતત ચાલુ રહે તે ખાસ જોવું.
આંગડીયા પેઢી સંચાલકોએ તેમની પેઢીનાં કેમેરા ચાલુ રાખવા અને મોટુ ટ્રાન્ઝેકશન શકય હોય તો ન કરવુ અને જો કોઇ મોટુ ટ્રાન્જેકશન કરવાનું હોય તો ધોરાજી સીટી પો.સ્ટે. જાણ કરવી અને પેઢીમાં અથવા આજુબાજુ કોઇ શંકાસ્પદ વ્યકિત જણાયે તાત્કાલીક પોલીસ સ્ટેશને જાણ કરવી.
વેપારીઓની રકમ બેંકમાં જમા કરવા સમયે કેસ બાબતે પુરતી તકેદારી રાખવી.
તેમજ વેપારીઓને તેમના વેપાર ધંધા ખાતે ભીડભાડ ન થાય અને ગ્રાહકો રોડ ઉપર વાહન પાર્ક ન કરે તેવી ગ્રાહકોને સમજ કરવી. આ  મુજબ ચર્ચા કરી સુચના આપવામાં આવેલ હતી
બેઠકમાં અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઇ હોત વાણી ભરતભાઈ બગડા મનુભાઈ રાજપરાવેપારી મંડળનાં પ્રમુખ તથા સોની મહાજન પ્રમુખ તથા આંગઢીયા પેઢી સંચાલક, કુલ ૧૯ જેટલા વેપારી,સંચાલકો, માલીકો, મેનેજરશ્રી હાજર રહેલ હતા.

(8:59 pm IST)