Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

નાસા, ઈસરો સહિતના વૈજ્ઞાનિકો આવશે કચ્છ : માતાના મધ વિસ્તારમાં મંગળ ગ્રહ જેવી સપાટી મળતા કરશે સંશોધન

મંગળગ્રહ પર પાણીનું અસ્તિત્વ અને સદીઓ પહેલા વાતાવરણમાં ફેરફારને કારણે મંગળગ્રહ પર શું બદલાવ થયા તેના પર અભ્યાસ કરશે

dir="ltr">
 
ભુજ : વૈશ્વિક મહામારી કોરોના બાદ ફરી એકવાર મંગળ ગ્રહ જેવી સપાટી પર સંશોધન થશે, ફરી એકવાર દેશ અને દુનિયાના વૈજ્ઞાનિકોની ટિમ કચ્છની મુલાકાત લેશે અને તેના ભૌગોલિક વિસ્તાર પર સંશોધન કરશે. આપણે જણાવી દઈ એ કે કચ્છના માતાના મઢ વિસ્તારમાં મંગલ ગ્રહ જેવી સપાટી જોવા મળી છે.વૈશ્વિક સ્તરે માર્શ મિશન પર ચાલતા પ્રોજેક્ટમાં ખુબજ મહત્વપૂર્ણ એવું મંગળગ્રહની સપાટી પર મળતું જેરોસાઇડ ખનીજ માતાનામઢમાં મળી આવ્યું હતું. પ્રાથમિક સંશોધનમાં સાબિત થયું છે કે માતાનામઢની જમીન મંગળગ્રહ જેવી જ છે. જેના કારણે દેશની અનેક નામાંકિત સંસ્થાઓના વૈજ્ઞાનિકો વધુ સંશોધન કરવા કચ્છની ધરા પર આવ્યા હતા, પરંતુ કોરોના મહામારીના કારણે તે સંશોધન ન થઈ શક્યું ત્યારે હવે લોકડાઉંન ખુલ્યા બાદ આગામી ફેબ્રુઆરીમાં નાસા, ઈસરો તેમજ અનેક યુનિવર્સીટીના વૈજ્ઞાનિકો ફરી એકવાર સંશોધન માટે વર્કશોપ યોજાશે.આ સંશોધનમાં તેઓ મંગળગ્રહ પર પાણીનું અસ્તિત્વ અને સદીઓ પહેલા વાતાવરણમાં ફેરફારને કારણે મંગળગ્રહ પર શું બદલાવ થયા તેના પર અભ્યાસ કરવામાં આવશે. નાસાના વૈજ્ઞાનિકો ૨૦૧૯માં અહીં આવ્યા હતા,પરંતુ સંશોધન આગળ વધી શક્યું ન હતું.
(4:50 pm IST)