Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

મોરબીની સબ જેલમાં કેદીઓને રસીનો પ્રથમ અને બીજો ડોઝ અપાયો

કાચા કામના ૪૬ આરોપીઓને પ્રથમ ડોઝ અને પાકા કામના ૦૨ અને કાચા કામના ૬૯ કેદીઓ/ આરોપીઓને રસીનો બીજો ડોઝ મળીને કુલ ૧૧૭ બંદીવાનોને રસી અપાઈ

 

મોરબી :  કોરોના વેક્સીનેશન અભિયાન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે ત્યારે મોરબી જીલ્લામાં પણ રસીકરણ અભિયાન સર્વત્ર ચાલી રહ્યું છે જેમાં આજે મોરબીની સબ જેલમાં કેદીઓને રસીનો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો

મોરબી સબ જેલના અધિક્ષક એલ વી પરમારના માર્ગદર્શન હેઠળ લીલાપર રોડ અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ દ્વારા સબ જેલ ખાતે રસીકરણ કરવામાં આવ્યું હતું જેમાં જેલમાં રહેલ કાચા કામના ૪૬ આરોપીઓને પ્રથમ ડોઝ અને પાકા કામના ૦૨ અને કાચા કામના ૬૯ કેદીઓ/આરોપીઓને રસીનો બીજો ડોઝ મળીને કુલ ૧૧૭ બંદીવાનોને રસી આપવામાં આવી હતી

(5:08 pm IST)