Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

જુનાગઢ ગીરનાર પર્વત આસપાસ જંગલ વિસ્તારમાં નેચર ફર્સ્ટ દ્વારા પ્લાસ્ટિક મુક્તિ અભિયાન યોજાયું

મિશન નેચર ફર્સ્ટ હેઠળ ગીરનાર પર્વત ઉપર ૧૯૦ કિલો પ્લાસ્ટિકનો નિકાલ કર્યો

જુનાગઢ : ભવનાથ લંબે હનુમાનથી ગીરનાર પર્વત આસપાસના જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક મુક્તિ અભિયાન યોજાયું હતું.જેમાં મિશન નેચર ફર્સ્ટ અંતર્ગત યુવા ટીમ દ્વારા આ પ્લાસ્ટિક મુક્તિ અભિયાન યોજવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક મુક્તિ અભિયાન દરમિયાન ૧૯૦ કિલો જેટલા પ્લાસ્ટિકના જથ્થાનો નિકાલ કરાયો હતો, સાથે ફરવા આવનાર લોકોને સ્વચ્છતા જાળવવા તેમજ પ્રકૃતિનું જતન કરવા પણ અપીલ કરાઈ હતી. તેમજ નેચર ફર્સ્ટ દ્વારા અવાર નવાર સફાઈ અભિયાન યોજાયમાં આવે છે. જેમાં દામોદર કુંડથી ભવનાથ, વિલીંગ્ડન ડેમથી દાતાર પર્વતની આસપાસ, ઈન્દ્રેશ્વર મંદિરની આસપાસના જંગલ વિસ્તાર, સહિત રોપવે સાઈટથી જટાશંકર સુધી પ્લાસ્ટિક મુક્તિ અભિયાન યોજી અત્યાર સુધીમાં આશરે ૧૧૦૦ કિલો જેટલા પ્લાસ્ટિકનો જથ્થો એકત્રિત કરી તેનો નિકાલ કરાયો હતો.

(10:56 pm IST)