Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

મોરબીમાં આશા વર્કરોના પ્રશ્ને રજુઆત

મોરબીઃ આશા હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા રાજયના નાયબ મુખ્યમંત્રીને પાઠવેલા આવેદન માં જણાવ્યું છે કે ગુજરાતના ગામડાઓ અને શહેરોમાં આશા વર્કરો અને ફેસીલીટર બહેનો, કોરોનાની જોખમી કામગીરી કરી રહ્યા છે રવિવારની રજાઓ રાખ્યા વિના સવારથી સાંજ સુધી રેડ ઝોન એરિયામાં જોખમી સેવા આપે છે સરકારના અન્ય વિભાગમાં જેમ કે ગૃહ વિભાગમાં ટ્રાફિક સેવકોને રૂ ૩૦૦ કોરોના ઇન્સેનટીવ અપાય છે તો આપના વિભાગની બહેનોને શા માટે અન્યાય કરાય છે આશા વર્કરો અને ફેસીલીએટર બહેનો કોરોના ઇન્સેનટીવ તરીકે દૈનિક માત્ર રૂ ૩૩ માસિક રૂ ૧૦૦૦ જ ચૂકવાય છે જેથી દૈનિક રૂ ૩૦૦ ચૂકવાય તેવી માંગ કરી છે .તે ઉપરાંત જીલ્લા અને તાલુકામાં કોરોના ઇન્સેનટીવ રકમો ચૂકવાઈ છે પણ કેટલાક જીલ્લા તાલુકામાં છેલ્લા ત્રણ માસથી જાહેર કરેલ રકમો ચૂકવાઈ નથી આર્ીશા વર્કરને ડ્રેસ આપ્યાને ત્રણ વર્ષ થયા તેથી બીજા ડ્રેસ અને સાડી આપવા જરૂરી છે હેલ્થ વિભાગની ફેસીલીએટર બહેનોને સાડી ડ્રેસ આપવાની જાહેરાતને ૧ વર્ષ થયા છતાં મળ્યું નથી જેથી બહેનોને સાડી-ડ્રેસ આપવા આદેશ કરવા જણાવ્યું છે ફેસીલીએટર બહેનોની સંખ્યા માત્ર ૩૭૦૦ જ છે જેથી આશા વર્કરોની માંગણીઓ તાકીદે સંતોષાય તેવો અનુરોધ કરાયો છે . પડતર પ્રશ્ને સુત્રોચ્ચાર કર્યો તે તસ્વીર.

(10:07 am IST)