Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

જુનાગઢમાં જલારામબાપાની જયંતિ નિમિતે આરત

 જુનાગઢઃ જુનાગઢની રોયલ પાર્ક કો.ઓપ. સોસાયટીના પટાંગણમાં જલારામ બાપાની જયંતિ નિમિતે આરતી કરવામાં આવી હતી ઉપરોકત તસ્વીરમાં પૂ.બાપાની છબીની આરતી ઉતરાતા સોસાયટીના પ્રમુખ મનોજભાઇ પોપટ તેમજ શહેર ભાજપના પ્રમુખ પુનિતભાઇ શર્મા પ્રદિપભાઇ ખીમાણી રાજુભાઇ જોબનપુત્રા, ચંદ્રેશભાઇ ભીમજીયાણી પ્રભુદાસભાઇ પટેલ, મનોજભાઇ જોબનપુત્રા તેમજ સોસાયટીના આગેવાનો સભ્યો સૌ.આરતીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને કોરોના મહામારીતે લઇ સરકારની ગાઇડ લાઇનનુ સંપૂર્ણ પણે પાલન કરી માસ્ક પહેરી સેનીટાઇઝ થઇ સોશ્યલ ડીસ્ટન્સ જાળવ્યો હતો. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીર, મુકેશ વાઘેલા-જુનાગઢ)

(10:09 am IST)
  • ચંદ્રની ભૂમિ ઉપરથી પથ્થરો લાવવાનું ચીનનું અભિયાન શરૂ : ચીને ચંદ્ર ઉપરથી પથ્થરો પૃથ્વી ઉપર પરત લાવવા માટેનું પોતાનું પહેલું મિશન સફળતાપૂર્વક શરૂ કર્યું છે. access_time 9:53 pm IST

  • નામ છુપાવીને લગ્ન કરનારને 10 વર્ષની જેલસજા થશે :' લવ જેહાદ ' મામલે ઉત્તર પ્રદેશ કેબિનેટમાં કડક કાયદો પસાર : વિધર્મી સાથે લગ્ન કરતા પહેલા ડીસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે : બે મહિના પહેલા નોટિસ આપવી ફરજીયાત : મંજૂરી વિના ધર્મ પરિવર્તન કરી લગ્ન કરવા બદલ 6 માસથી 3 વર્ષ સુધીની જેલસજા થઇ શકશે : ઉપરાંત 10 હજાર રૂપિયાનો દંડ થશે : છેલ્લા થોડા દિવસોમાં ફરજીયાત ધર્માન્તર ,લવ જેહાદ ,સહિતના 100 જેટલા કિસ્સા બનતા યોગી સરકાર આકરા પાણીએ access_time 7:59 pm IST

  • મનોજ સીસોદીયા ઉપર ભાજપ બરાબર તૂટી પડ્યુઃ દિલ્હીના ઉપમુખ્યમંત્રી 'આપ' પક્ષના મનીષ સીસોદીયા એક લગ્નમાં 'માસ્ક' પહેર્યા વિના ઉપસ્થિત રહેતા ભાજપે ટ્વીટમાં લખ્યુ છે કે 'ચલણ માત્ર જનતા ભરશે અને આપ તે પૈસાની જાહેરાત આપશો' access_time 3:48 pm IST