Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

સોમવારે કાર્તિકી પૂનમના છાયા ચંદ્રગ્રહણ

પ્રકાશમાં સામાન્ય ફેરફારો ટેલીસ્કોપથી નિહાળી શકાશે : વિજ્ઞાન જાથા દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમોઃ ભારતમાં ગ્રહણ સ્પર્શ : ૧૨ કલાક ૫૯ મિનિટ અને મોક્ષ : ૧૭ કલાક રપ મિનિટ

રાજકોટ તા. ૨૪ : વિશ્વના અમુક પ્રદેશોમાં તા.૩૦ ના સોમવારે કાર્તીકી પૂનમના માદ્ય-છાયા ચંદ્રગ્રહણ જોવા મળશે.  રાજયમાં ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી દ્વારા ગ્રહણ સંબંધિત વૈજ્ઞાનિક સમજ અપાશે.

વૃષભ રાશિ રોહીણી નક્ષત્રમાં થનારૂ માદ્ય-છાયા ચંદ્રગ્રહણ ભારતના પૂર્વ ભાગમાં તેમજ એશિયા, ઓસ્ટ્રેલિયા, પેસીફીક, અમેરીકામાં જોવા મળશે.

ભારતમાં ગ્રહણ સ્પર્શ : ૧૨ કલાક ૫૯ મિનિટ, ૪૧ સેકન્ડ, ગ્રહણ મધ્ય : ૧૫ કલાક ૧૨ મિનિટ ૩૪ સેકન્ડ, ગ્રહણ મોક્ષ : ૧૭ કલાક ૨૫ મિનિટ ૩૨ સેકન્ડ, ગ્રહણ ગ્રાસમાન : ૦.૨૫૮ રહેશે.

ભારતમાં ગ્રસ્તોદય સ્થિતિમાં અલ્હાબાદ, બાલી, ભાગલપુર, ભુવનેશ્વર, બોકરાો, કટક, ગોરખપુર, જમશેદપુર, લખનઉ, પટણા પૂર્વ ભાગમાં ગ્રહણ નિહાળી શકાશે.

જાથાની યાદીમાં જણાવાયુ છે કે ગ્રહણ ખગોળીય ઘટના છે. ફળકથન, સુતક-બુતક જેવી વાતો સાથે તેને કોઇ સંબંધ નથી. આવી ગેરમાન્યતાઓથી લોકોએ દુર રહેવુ. જાથાના ઉમેશ રાવ, અંકલેશ ગોહિલ, વાજડી વિરડાના દિનેશ હુંબલ, કુંકાવાવના રાજુભાઇ યાદવ, નિકાવાના ભોજાભાઇ ટોયટા, જસદણના અરવિંદ પટેલ, વિનુભાઇ લોદરીયા, મોરબીના રૂચિર કારીયા, ગૌરવ કારીયા, ભુજના શૈલેષ શાહ, અંજારના એસ.એસ.બાવા, મંથલના હુસેનભાઇ ખલીફા, સુરતના મગનભાઇ પટેલ, વલીસાડના કાર્તીક બાવીસી, નિર્ભય જોશી, તુષાર રાવ, હરેશ ભટ્ટ વગેરે કાર્યકરો જનજાગૃતી કાર્યક્રમો માટે જહેમત ઉઠાવી રહ્યા હોવાનું જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ની યાદીમાં જણાવાયુ છે.

(11:43 am IST)