Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

જસદણની બજારમાં આમળા

 જસદણ : જામફળ, સીતાફળ, સફરજન જેવા ફળોની સીઝન હવે લગભગ પુરી થવાનાં આરે છે હાલ શિયાળાની ફુલ ગુલાબી ઠંડી જામવા માંડી છે લોકો આગામી દેવ દિવાળી અને લગ્નસરની ખરીદીમાં વ્યસ્ત છે આવા માહોલ વચ્ચે શકિતવર્ધક આમળાં, શિંગોડા, અને નાના મોટાનાં ખાસ ચણીયા બોરનું આગમન થયું છે. વેપારી પ્રવિણભાઇ જેરામભાઇ ચોવસીયા (મો. ૯૮૯૮૭ ૭૭૯૯પ)એ જણાવ્યું હતું કે ગત વર્ષે સારા વરસાદને કારણે વિવિધ ફળોની ધુમ આવક છે હાલ આમળાં, શિંગોડાના ભાવો થોડાં ઉંચા છે પણ વધુ આવકથી ઘટી જશે. તસ્વીરમાં આમળા અને ચણીયા બોર વેચનાર નજરે પડે છે.  (તસ્વીર : હુસામુદીન કપાસી જસદણ)

(11:38 am IST)