Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

દેવભૂમિ જીલ્લામાં ૬ કેસઃ અત્યાર સુધીમાં પ૬૦૯૪ ટેસ્ટીંગમાં ૧૦પ૧ પોઝીટીવ નિકળ્યા!

એકટીવ કેસની સંખ્યા ૪૮: ર૮ દર્દી હોસ્પિટલમાં: ૪ ડીસ્ચાર્જઃ યાત્રા સ્થળોએ કેસ વધવાની સંભાવના : કલેકટર રજા ઉપર જતા પ્રથમ દિને જ ઇન્ચાર્જ કલેકટરને કોરોનાઃ માસ્ક અંગે પોલીસ ઝૂંબેશઃ એક જ સપ્તાહમાં બે લાખથી વધુ દંડ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૪ :.. દેવભૂમિ દ્વારકામાં ગઇકાલે કોરોના પોઝીટીવ કેસોમાં નવા કેસો છ નોંધાયા છે.

ખંભાળીયા તથા ભાણવડમાં બે-બે કેસ તથા કલ્યાણપુર તથા દ્વારકામાંથી એક એક મળીને કુલ છ કેસો થયા હતા જે તમામને ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.

દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓ ખંભાળીયા, દ્વારકા, કલ્યાણપુર અને ભાણવડ તાલુકામાં એક-એક દર્દીને સાજા થતાં કુલ ચારને ડીસ્ચાર્જ કરાયા હતાં. કુલ ૪૮ દર્દીઓ એકિટવ કેસ તરીકે સારવાર લઇ રહ્યા છે.

ખંભાળીયા શહેરમાં એક, સંજયનગર ખંભાળીયામાં એક, નવી નગરી ઓખામાં એક, મોટઝર હાઇસ્કુલ પાસે ભાણવડ તા. માં એક, ડઢાલીયા હોસ્પિટલ ભાણવડ એક તથા મેવાસા કલ્યાણપુરમાં એક નવો કેસ નોંધાયો હતો.

દિવાળીના તહેવારો દરમ્યાન દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા તથા શિવરાજપુર સહિતના સ્થળોએ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હોય આગામી દિવસોમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધે તેવી સંભાવના પણ મનાય છે.

આરોગ્ય વિભાગની સર્તકતા જાગૃતતાના પ્રયાસો, એન. જી. ઓ. તથા તંત્રની માસ્ક અને સોશીયલ ડીસ્ટેન્સ તથા જાગૃતતાની ઝૂંબેશને કારણે દ્વારકા જિલ્લાના ચારેય તાલુકાઓમાં અત્યાર સુધીમાં પ૬૦૯૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં પોઝીટીવ કેસ અત્યાર સુધીમાં માસ ૧૦પ૧ જ આવ્યા છે જેમાંથી ૯૩૬ ને ડીસ્ચાર્જ કરાયા છે એટલે કે સારવરથી સાથ થયા છે તથા અત્યાર સુધીમાં કોવીડમાં આઠ તથા બિનકોવીડમાં પ૯ મૃત્યુ પામ્યા છે.

દ્વારકા જિલ્લા આરોગ્ય, અધિકારી ડો. રાજેશ પટેલે જણાવ્યું હતું કે હાલ દ્વારકા જિલ્લામાં ૪૮ કેસ જ એકિટવ છે જેમાં ર૮ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે જયારે ર૦ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.

દ્વારકા જિલ્લાના તમામ પ્રાથમિક તથા સામુહિક આરોગ્ય કેન્દ્રો સરકારી હોસ્પિટલોમાં ટેસ્ટની સગવડ તથા દવા સારવાર તથા આયુર્ર્વેદિક દવા ઉકાળાની  પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

કુલ ટેસ્ટના બે ટકા જેટલા જ પોઝીટીવ નીકળ્યા છે તે પણ સારી બાબત ગણાય છે.

ડી.ડી.ઓ. ડી.જે. જાડેજા

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના પાંચ દિવસની રજા પર જતા તેમનો ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજાને સોંપવામાં આવેલો ગઇકાલે ચાર્જના પ્રથમ દિવસેજ સાંજે તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાનંુ તંત્ર દોડધામમાં મચી ગયું હતું.

દ્વારકા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેશ પટેલ દ્વારા તેમની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી હતી તથા તેમને હોમ આઇસાલેશન કરાયા હતા તથા તેમના સંપર્કમાં આવેલા કર્મચારી, લોકોનું ચેકીંેગ થાય તેવી વ્યવસ્થા પણ હાથ ધરી હતી.

જો કે આ અગાઉ દ્વારકા પ્રાંત અધિકારી, પો.ઇ. તથા દ્વારકા જિલ્લાના ઘણા નાયમ મામલતદારો તથા અધિકારીઓ પણ કોરોના પોઝીટીવ આવેલા હતા પરંતુ જિલ્લાના વર્ગ-૧ ના અધિકારીનો આ પ્રથમ કેસ હોય તંત્ર દોડધામમાં લાગી ગયું છે.

પોલીસ વડા સુનીલ જોષી તથા ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા શહેરમાં પો.ઇ.જી. આર. ગઢવીની આગેવાની હેઠળ પો.સ.ઇ. સી.બી.જાડેજા તથા સ્ટાફ દ્વારા સતત માસ્ક અંગે ઝૂંબેશ શરૂ રખાઇ છે.

નગર ગેઇટ, મિલન ચાર રસ્તા સ્ટેશન રોડ જોધપુર ગેઇટ, પોટ ગેઇટ તથા શહેરમાં ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં સામુહિક રીતે સ્ટાફને મોકલીને માસ્ક અંગે તુસ્ત નિયમ અમલ કરાવીને એકજ સપ્તાહમાં બે લાખ રૂપિયાથી વધુનો હાજર દંડ વસુલ કર્યો છે. તથા હાઇવે પર હેલ્મેટ અંગે પણ ચેકીંગ શરૂ કરતા માસ્ક પહેરાનારાઓની સંખ્યા હવે ખુબજ વધી ગઇ છે.

દ્વારકા જિલ્લામાં સૌથી વધુ માસ્કનો નિયમ અમલ ખંભાળિયામાં થાય છે. પો.સ.ઇ.સી.બી.જાડેજાએ ગઇકાલે દુકાનોમાં ગ્રાહકો સાથે વગર માસ્કે બેઠેલા કેટલાક વેપારીઓ સામે પણ કડક પગલા ભર્યા હતા.

(1:22 pm IST)