Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

જુનાગઢનાં એસેલ પાર્ક પાર્ટી પ્લોટમાં હાઇપ્રોફાઇલ જુગાર કેસમાં ભાજપના નેતા કરશન ધડુકની પણ ધરપકડ

જૂનાગઢઃ સૌરાષ્ટ્રમાં જૂનાગઢના ભાજપ નેતાની હોટેલમાં ધમધમતા જુગારધામનો પર્દાફાશ થયો છે. સાથે બે મહિલા સહિત 20 જગારી અને આશરે 50 લાખ રુપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ખુદ કરશ ધડુક પણ દરોડામાં પકડાયા છે.

આ હાઇપ્રોફાઇલ જુગારધામની અંગે પોલીસે મળેલી બાતમીને આધારે સક્કરબાગ સ્થિત એસેલપાર્ક હોટેલ પાર્ટી પ્લોટ પર દરોડો પાડ્યો હતો. આ પાર્ટી પ્લોટના માલિકોમાં ભાજપે નેતા કરશન ધડુકનો પણ સમાવેશ થતો હોવાનું જણાયું છે.

પોલીસને એવી માહિતી મળી હતી કે એસેલ પાર્કના માલિકો બહારગામના માણસોને બોલાવી જુગારનો અડ્ડો ચલાવે છે.

પોલીસે દરોડો પાડતા 18 પુરુષ, 2 મહિલા જુગાર રમતા ઝડપાઇ ગયાં હતાં. સાથે ઘટનાસ્થળેળી પોલીસે 14 લાખ રોકડ રકમ, 86 હજારના 18 મોબાઇલ અને 35 લાખની મુલ્યના 4 ફોર વ્હીલર્સ જપ્ત કરી લીધા છે.

આ દરોડાને પગલે શહેરમાં રાજકારણ ગરમાયું છે. કરશન ધડુક જુનાગઢ ભાજપના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે.

ઝડપાયેલા જુગારી જૂનાગઢ ઉપરાંત આસપાસના દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર સહિતના જુદા જુદા જિલ્લાઓમાંથી જુગાર રમવા આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 14,20,335 ની રોકડ સહિત રૂ. 49,81,335 કિંમતનો મુદ્દામાલ કબજેકર્યો છે.

પકડાયેલા જુગારીઓમાં માત્ર યુવા 20-22 વર્ષના છે. જ્યારે મહિલાઓ સહિત તમામની વય 28-31 વર્ષથી ઉપરની છે.

 • કરશનભાઇ ધડુક, હોટોલ માલિક (49)
 • વિરલ કરશનભાઇ ધડુક (40),
 • અજય મગનભાઇ લીંબાસિયા (39)
 • પ્રવિણભાઇ ધનજીભાઇ પીપળિયા (44)
 • હાજાભાઇ રાણાભાઇ મુળિયાસિયા (61)
 • જેન્તીભાઇ બચુભાઇ ડોબરિયા (60)
 • કિશન ધનસુખભાઇ કાપડી (20)
 • ગોવિંદ મેરામણભાઇ ચાવડા (38)
 • કરશનભાઇ નારણભાઇ કાબરિયા (43)
 • જલ્પેશ કિરીટભાઇ પંડ્યા (31)
 • ધર્મેન્દ્ર અરવિંદભાઇ રૂપારેલિયા (33)
 • મિલન જગદીશભાઇ રાયચુરા (22)
 • મહેશ ધીરૂભાઇ સેંજલિયા (ઉ. 44)
 • ગોવીંદભાઇ પોપટભાઇ દઢાણિયા (61)
 • કારાભાઇ દાનાભાઇ કરમટા (33)
 • સાજણભાઇ જોધાભાઇ આંબલિયા (40)
  દેવાયતભાઇ કુંભાભાઇ આંબલિયા (42)
 • પ્રદિપ કિર્તીભાઇ ત્રિવેદી ( 28)
 • ગીતાબેન ચમનભાઇ વાંસજાળિયા (40)
 •  હેતલબેન જીજ્ઞેશભાઇ વઘાસિયા (32)
(5:37 pm IST)
 • ઝડપી અને સસ્તા દરમાં કોરોના ટેસ્ટનો પ્રારંભ કરાવતા અમિતભાઈ ગૃહમંત્રી અમિતભાઈ શાહે નવી દિલ્હી ખાતે, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના હેડકવાટર ઉપર માત્ર 499 રૂપિયામાં કોવિડ આરટી-પીસીઆર ટેસ્ટનો પ્રારંભ કરાવ્યો; 6 કલાકમાં કોવિડ ટેસ્ટનું પરિણામ: પ્રથમ તબક્કામાં, આવી 20 લેબ્સ ઉભી થવાની સંભાવના છે: દરેક લેબ એક દિવસમાં 1000 કોવિડ ટેસ્ટ કરવા માટે સક્ષમ છે access_time 8:41 am IST

 • અમદાવાદમાં બગીચાઓ સવારે ૭ થી ૯, સાંજે ૫ થી ૭ જ ખુલ્લા રહેશે : અમદાવાદ શહેરના ઉદ્યાનો અને બગીચાઓ આગામી ઓર્ડર સુધી સવારે 7 થી 9 અને સાંજે 5 થી 7 દરમિયાન જ જાહેર જનતા માટે ખુલ્લા રહેશે. access_time 9:52 pm IST

 • પુતિન હજુ પણ બાયડનને અભિનંદન આપતા નથી : રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને જયારે જો બિડેનને અભિનંદન આપી રહેલા વિશ્વ નેતાઓ વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે : કહ્યું કે, "આ તેઓએ જોવાનું છે." પુટીને સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી બાયડનને પ્રમુખ તરીકે અભિનંદન આપવાનો ઇન્કાર કર્યો છે. access_time 9:52 pm IST