-
અમેરિકામાં બેદરકારીથી ડ્રાઈવીંગ કરતા યુવકની આવી હાલત કરવામાં આવી access_time 4:58 pm IST
-
લગ્નમાં આથિયા-રાહુલ પર મોંઘીદાટ ગિફટ્સનો વરસાદ access_time 10:52 am IST
-
એમજી એક ડોલર સામે પાકિસ્તાની રૂપિયો સાવ તળિયે પહોંચ્યો access_time 4:55 pm IST
-
‘ગદર ૨'નો ફર્સ્ટ લૂક જાહેરઃ સની દેઓલે લખ્યું- હિંદુસ્તાન ઝિંદાબાદ access_time 10:44 am IST
-
અદાણી ગ્રુપનું સામ્રાજય હલબલ્યું: ૧૦૬ પાનાનો રિપોર્ટ બન્યો ટાઇમ બોંબઃ ૧.૮૪ લાખ કરોડનો ધુંબો access_time 10:50 am IST
-
ઓ બાપ રે... ૭૦ વર્ષના સસરાએ ૨૮ વર્ષની વહુ સાથે કર્યા લગ્ન access_time 10:48 am IST
નરેન્દ્રભાઇ સાંજે ભાવનગરમાં સભા ગજાવશે
ટુંકાગાળામાં વડાપ્રધાનનો ત્રીજો ભાવનગરનો પ્રવાસ : ચુસ્ત પોલીસ બંદોબસ્ત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૩ : ભાવનગરની વિધાનસભાની ચુંટણી લડી રહેલા ઉમેદવારોના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે સાંજે પ્રચારસભાને સંબોધન કરશે . ભાવનગર ગ્રામ્યના ઉમેદવાર પરસોત્તમભાઈ સોલંકી ,ભાવનગર પૂર્વનાસેજલબેન પંડ્યા અને ભાવનગર પヘમિના જીતુભાઈ વાઘાણી ના સમર્થનમાં યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાંજે ૬ વાગે ચિત્રા ખાતે યોજાનારી સભા અને વડાપ્રધાનની મુલાકાતને લઈ પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે અને સભાસ્થળ સહિત સમગ્ર ચિત્રા વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વાહનનું સખ્ત પણે ચેકીંગ કરવામાં આવી રહયુ છે .કેટલાક રસ્તાઓપણ વન - વે તેમજ કેટલાક રસ્તા સુરક્ષાના હેતુ સાથે બંધ કરવામાં આવ્યા છે.
પીએમ મોદીના આગમન પૂર્વે અભેદ સુરક્ષા કવચ
પીએમના આગમન પુર્વે ભાવનગર શહેરમાં પોલીસ તંત્ર દ્વારા અભેદ સુરક્ષા કવચ ગોઠવી દેવામાં આવ્યું છે . જિલ્લા પોલીસ વડા પીએમ મોદીની સુરક્ષા અર્થે બોટાદ, અમરેલી સહીત પાંચ જિલ્લા પોલીસ વડા , ૧૦ ડીવાય . એસપી , ૧૫૦૦ પોલીસ કર્મચારી , જીઆરડી , હોમગાર્ડ , એક એસઆરપી ટૂડી બંદોબસ્તમાં જોડાશે . તેમજ પીએમના આગમન પુર્વે ભાવનગર શહેરના જોડતા માર્ગો , શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ પોઈન્ટ સાથે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવશે . શહેરના બાગ બગીચા , ગલીનાકા , પર પોઈન્ટ - મુકવામાં આવશે . કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે મુશ્કેટાટ બંદોબસ્ત ગોઠવવામાં આવશે . અને પીએમના સભાસ્થળને અભેદ સુરક્ષા પુરી પડાશે .
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી નો ટૂંકા ગાળામાં જ ભાવનગરમાં ત્રીજો પ્રવાસ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીએ અનેક સ્ટાર પ્રચારકોને ઉતાર્યા છે.
ગઇકાલે દિલ્હી પરત ફરેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજથી ફરી ગુજરાતમાં આવી રહ્યાં છે. આજે બપોરે ૧૨ કલાકે તેઓ મહેસાણામાં, બપોરે ૨:૩૦ કલાકે દાહોદમાં સાંજે ૪:૩૦ કલાકે વડોદરામાં અને છેલ્લે ભાવનગરમાં સાંજે ૬:૩૦ કલાકે જાહેર સભાને સંબોધન કરશે.