Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી તારિક અનવર કચ્છમાં

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪

વિધાનસભાની ચુંટણી દરમ્યાન કોંગ્રેસના આગેવાનો પ્રચાર અર્થે કચ્છ આવી રહ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી તારિક અનવર આજે કચ્છમાં છે. તેઓ ભુજ બેઠકના ઉમેદવાર અરજણ ભુડિયા સહિતના અન્ય ઉમેદવારો માટે કચ્છ જિલ્લામાં ચુંટણી પ્રચાર કરશે. આજે ભુજમાં તેમની પત્રકાર પરિષદનું આયોજન કરાયું હોવાની માહિતી પ્રવકતા ઘનશ્યામસિંહ ભાટી, ગનીભાઇ કુંભાર, દીપક ડાંગર દ્વારા અપાઈ છે.

(10:00 am IST)