Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ગોંડલમાં સરકારી કર્મચારીઓનું મતદાનઃ

ગોંડલ : લોકતંત્રનો મોટો ઉત્‍સવ એટલે ચૂંટણી અને આ ચૂંટણીની જવાબદારીઓમાં સરકારી કર્મચારીઓ બહોળી સંખ્‍યામાં રોકાયેલા હોય તેઓ પણ મત અધિકારથી વંચિત ન રહી જાય તે માટે બેલેટ મતદાન અત્રેના ટાઉનહોલ ખાતે યોજાયું હતું. જેમાં પીજીવીસીએલ, જેટકો, બેંક, પોસ્‍ટ અને નગરપાલિકા સહિતના કર્મચારીઓનું બેલેટ પેપરથી મતદાન યોજાયુ હતું. તંત્ર દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત રાખવામાં આવ્‍યો હતો. (અહેવાલ-તસ્‍વીરઃ જીતેન્‍દ્ર આચાર્ય -ગોંડલ)

(10:12 am IST)