Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

વીરપુરના નિવૃત્ત ડીવાયએસપીના જેતપુર જામકંડોરણાના આઠ ઉમેદવારોને વિરપુરના વિકાસ અંગે રજૂઆત

(કિશન મોરબીયા દ્વારા)વીરપુર જલારામ તા. ૨૪ : યાત્રાધામ વીરપુરમાં વિકાસના કામોથી નારાજ એવા જાગળત નાગરિક અને નિવળત્ત ડીવાયએસપી કે.પી.ગાજીપરાએ વિધાનસભા જેતપુર- જામકંડોરણા-૭૪ બેઠકના આઠ ઉમેદવારો સંબોધતો પત્ર લખ્‍યો છે અને વીરપુરના વિકાસની માંગ કરી છે.

વિધાનસભાની ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષો દ્વારા પ્રજા જનોને વિકાસના કામોના વચનો આપવામાં આવે છે, રાજકીય પક્ષો ચૂંટણી ઢંઢેરા (પબ્‍લીક મેનીફેસ્‍ટો) બહાર પાડી ને તેમાં વચનોની  લહાણી કરે છે, ત્‍યારે જગવિખ્‍યાત યાત્રાધામ વીરપુરના નિવળત્ત ડીવાયએસપી કે.પી.ગાજીપરાએ ૭૪ વિધાનસભા જેતપુર જામકંડોરણામાંથી ઉમેદવારી કરતા ૮ ઉમેદવારોને પત્ર લખ્‍યો હતો. જે સોશીયલ મીડિયામાં વાયરલ થયો હતો.

નિવળત્ત ડીવાયએસપી કે.પી.ગાજીપરા સાથે વાત કરતાં જણાવ્‍યું હતું કે ભારતીય બંધારણ મુજબ દરેક નાગરિકને પણ ચૂંટણી ઢંઢેરો બહાર પાડવાનો હક છે. ત્‍યારે પોતાએ યાત્રાધામ વીરપુર વિકાસથી વંચિત રહ્યું છે જેમાં ૧૩ જેટલા મુદ્દાઓ જેમકે ખેડૂતોના ખેતી વીશે આરોગ્‍ય, શિક્ષણ, બેરોજગારી તેમજ પ્રાથમિક શાળાઓ બાબતે યાત્રાધામ  વીરપુરમાં વિકાસ નથી થયો તે બાબતે ૭ પેઈજનો રિપોર્ટ તૈયાર કરીને વિરપુરના ગ્રામજનોને વિતરણ કર્યા હતા. જેમને લઈને લોકોને પોતાનો શુ અધિકાર છે રજુઆત બાબતે તે જાગળત કરવાનું અભિયાન શરૂ કરેલ છે અને વીરપુર સહિત સમગ્ર ગુજરાતમાં વિકાસ થાય એ જાગળતી હેતુસર આ પત્ર જેતપુર જામકંડોરણા બેઠકના આઠ ઉમેદવારોને મોકલ્‍યો હતો.

(10:45 am IST)