Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

જામકંડોરણાના વિમલનગરમાં સ્‍વ. વિઠલભાઇ રાદડીયાની પ્રતિમાની અનાવરણવિધિ

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા તા.ર૪ : લેઉવા પટેલ સમાજના અગ્રણી અને જીવનના છેલ્લા શ્વાસ સુધી સમાજ સેવાના કાર્યમાં સતત કાર્યશીલ ખેડુત  નેતા છોટે સરદારશ્રી વિઠ્ઠલભાઇ રાદડીયાની કાયમી યાદગીરી જળવાઇ રહે અને આવનારી પેઢીને પ્રેરકણા મળે તેવા શુભાશયથી જામકંડોરણા તાલુકાના વિમલનગર ગામે સમસ્‍ત લેઉવા પટેલ સમાજ વિમલનગર અને સમાજના આગેવાનોની ઉપસ્‍થિતિમાં કરવામાં આવી હતી. આ તકે ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયા, લલીતભાઇ રાદડીયા  તેમજ ઉપસ્‍થિત સમાજના આગેવાનોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતુ. તેમજ આ કાર્યમાં સહભાગી થનાર દાતાશ્રીઓનું પણ સન્‍માન કરવામાં આવ્‍યું હતુ. આ તકે જયેશભાઇ રાદડીયા તેમજ આગેવાનોએ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા. આ સમારોહમાં ગોવિંદભાઇ રાણપરીયા, લલીતભાઇ રાદડીયા, વિઠલભાઇ બોદર, અરવિંદભાઇ ત્રાડા, કુમનભાઇ વરસાણી,  વી.પી.વૈષ્‍ણવ, મોહનભાઇ કથીરીયા, નાથાભાઇ બાલધા, જમનભાઇ બાલધા, અશોકભાઇ બાલધા, રમેશભાઇ ખીચડીયા, જેન્‍તીભાઇ પાનસુરીયા, લીલાભાઇ ભંડેરી, ચંદુભાઇ લુણાગરીયા, સંજયભાઇ બોદર સહિતના સમાજના આગેવાનો તેમજ ગ્રામજનોએ હાજરી આપી હતી.

(11:37 am IST)