Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

મહાપ્રભુજી બેઠક કલસ્ટરમાં ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ અંગેનું પ્રદર્શન યોજાયુ

 જામનગર : શિક્ષકો અને વિદ્યાર્થીઓને વિજ્ઞાનના પ્રયોગો અને અદ્યતન ટેકનોલોજીની જાણકારી તેમજ પર્યાવરણમાં જાગૃતિ આવે તેવા આશયથી મહાપ્રભુજીને બેઠકના સી.આર.સી જયેશ ભાગચંદાણી દ્વારા બેઠક કલસ્ટરની ૧૦ શાળાઓને આ પ્રદર્શનમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. કુલ ૫ વિભાગમાં યોજવામાં આવેલ આ સ્પર્ધામાં લાલવાડી પ્રાથમિક શાળા, બાલકનાથ વાડી શાળા, હાપાગામ પ્રાથમિક શાળા, મોટા થાવરીયા પ્રાથમિક શાળા, અને મહાપ્રભુજી બેઠક શાળાના બાળકોએ પ્રથમ નંબર મેળવ્યો હતો.આ સ્પર્ધામાં કુલ ૨૪ વિદ્યાર્થીઓ અને ૧૨ શિક્ષકોએ ભાગ લીધેલો હતો.આ પ્રદર્શનને સફળ બનાવવા સી.આર.સી જયેશ ભાગચંદાણી અને આ કલસ્ટરની તમામ શાળાના આચાર્યો અને શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

(11:40 am IST)