Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

નરેન્‍દ્રભાઇના માર્ગદર્શનમાં ધર્મસ્‍થાનો માટે ઉમદારૂપ કાર્યઃ યોગી આદિત્‍યનાથ

દ્વારકામાં પબુભા માણેકના સમર્થનમાં ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રીની જાહેરસભા યોજાઇ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ર૪:  દ્વારકાના સતવારા સમાજના ગ્રાઉન્‍ડમાં બાર વાગે ભાજપના પ્રચાર માટે યોજાયેલી જાહેર સભાને સંબોધન કરતા ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ એ ભાજપની કેન્‍દ્ર અને રાજય સરકારની ડબલ એન્‍જીન સરકારના વિકાસ લક્ષી ગાથાઓ રજુ કરતા જણાવ્‍યું હતું કે, ગુજરાત અને દેશના તીર્થ ક્ષેત્રો અયોધ્‍યામાં રામ મંદિર, બેટ દ્વારકા, બરસાના, કાશી, મથુરા સહિતના વિકાસમાં નરેન્‍દ્રભાઇ મોદીનું માર્ગદર્શન અને દિશા સુચક ધર્મસ્‍થાનો માટેનું કાર્ય ઉમદારૂપ છે.

મોદીજીની સરકારએ કોરોનામાં પ્રજાલક્ષ્મી કામગીરી નોંધનીય કરી છે.

પાંચ હજાર વર્ષ પૂર્વ મથુરામાં જન્‍મ લઇને દ્વારકાની ભૂમિ ઉપર વસવાટ કરનાર યુગ પુરૂષ ભગવાન શ્રી કૃષ્‍ણને દ્વારકાવાસીઓ દ્વારકાધીશનું નામ આપીને રાજા તરીકે બિરાજમાન કર્યા એ હિન્‍દુ ધર્મ માટેનું મુખ્‍ય કેન્‍દ્ર બિંદુ છે.વર્ષ-ર૦ર૩માં અયોધ્‍યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે અને હિન્‍દુઓ ભગવાન શ્રીરામના દર્શન કરી શકશે.સભામાં સાંસદ પુનમબેન માડમ ત્‍થા ભાજપના વરિષ્‍ઠ આગેવાનો અને હોદેદારો વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. ઉમેદવાર પબુભા માણેક ત્‍થા પુનમબેનએ યોગીજીનું સ્‍વાગત સન્‍માન કર્યું હતું.

યોગી આદિત્‍યનાથજીએ ભગવાનશ્રી દ્વારકાધીશજીના દર્શન કરી ચરણ પાદુકાનું પુનમ કર્યું હતું.

(11:53 am IST)