Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

જુનાગઢનો પાસાનો આરોપી કાલાવડપંથકમાં ઝડપાયો

જુનાગઢ :  જુનાગઢ તાલુકાના વીજાપુર ગામના પરોહી બુટલેગર અજય નાનજીભાઇ ગોહેલ વિરૃધ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ.

જે વોરન્ટના આરોપીને પકડી પાડવા ક્રાઇમબ્રાન્ચના પો.ઇન્સ. જે.એચ.સિંધવ જે માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. જે.જે.ગઢવી તથા  પો. કોન્સ. ડાયાભાઇ કરમટા, ભરતભાઇ સોનારા તથા કરશનભાઇ કરમટાને હકિકત મળેલ કે સદર પાસા વોરન્ટનો આરોપી હાલ તાલુકાના વીજપર ગામે હોવાની હકિકત આધારે આરોપીને પકડી હસ્તગકત કરી સેન્ટ્રલ જેલ લાજપોર સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે.

ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ. જે.એચ.સિંધવ તથા એ ડીવી પો. સ્ટેન.ા પો.ઇન્સ. એમ.એમ.વાઢેર તથા ક્રાઇમબ્રાન્ચ જુનાગઢના પો.સ.ઇ. જે.જે.ગઢવી તથા એ.એસ.આઇ. નિકુલ એમ.પટલ તથા પો. હેડ કોન્સ. જીતેશ એચ.મારૃ તથા પો. કોન્સ. ડાયાભાઇ કરમટા કરશનભાઇ કરમટા, ભરતભાઇ સોનારા તથા વુ. પો. કોન્સ. રાજેશ્રી દિવરાણીયા તથા એ ડીવીઝન પો.સ્ટે. એ.એસ.આઇ. સુરેશભાઇ કારેથા તથા પો. હેડ કોન્સ. મોહસીનભાઇ અબડા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(12:00 pm IST)