Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

અમરેલીમાં ૧૯ લાખના દાગીના - રોકડની ચોરી

મહમદભાઇ હબીબભાઇ મહિડા લગ્નના રીસેપ્‍શનમાં ગયા અને પાછળથી તસ્‍કરો ત્રાટક્‍યા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૨૪ : અમરેલીના ભાટીયા શેરીમાં રહેતા એક મુસ્‍લિમ પરિવારમાં લગ્ન પ્રસંગ હોય તેથી તેમનો પરિવાર તથા મહેમાનો ફતેપુર ગામે પાર્ટી પ્‍લોટમાં રીસેપ્‍શનમાં હોય તેમાં જમવા ગયેલ ને પાછળથી તેમના ઘરે કોઇ ઇસમોએ હાથફેરો કરી સોના-ચાંદીના દાગીના તથા રોકડા મળી કુલ રૂા. ૧૯ લાખની મત્તા કોઇ ચોરી ગયા અંગે નજમાબેને પોલીસમાં જાહેર કરેલ છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ અમરેલીના ભાટીયા શેરીમાં રહેતા મહમદભાઇ હબીબભાઇ મહિડાના ભત્રીજાના લગ્ન પ્રસંગ હોય અને ગત સાંજના સમયે પરિવાર તથા મહેમાનો લગ્ન પ્રસંગે રાખેલ ફતેપુર ગામે પાર્ટી પ્‍લોટમાં રાખેલ રીસેપ્‍શનમાં સહપરિવાર જમવા ગયેલ તે દરમિયાન રાત્રીના ૭ થી ૧૦ દરમિયાન તેમના રહેણાંક મકાનની પાછળના ભાગેથી ચોર પ્રવેશી રૂમમાં રાખેલ તેજુરી તથા કબાટમાં રાખેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડા ૭૩ હજાર મળી કુલ ૧૯ લાખની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ અમરેલી સીટી પોલીસમાં નજમાબેન ઉમરભાઇએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્‍હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:56 pm IST)