Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

દ્વારકામાં પિતા-પુત્રીને અપમાનિત કરીને હુમલો કરતા ફરિયાદ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા. ૨૪ : દ્વારકામાં ટીવી સ્‍ટેશન વિસ્‍તારમાં રહેતા ભારાભાઇ પેથાનભાઇ લધા નામના ૫૫ વર્ષના અનુસુચિત જાતિના પ્રૌઢની પુત્રી તેમના ઘરની બહાર એઠવાડ નાખવા માટે ગઇ હતી. ત્‍યારે આ સ્‍થળે ઉભેલા જીવણભાઇ વાધેર નામના શખ્‍સ દ્વારાને તેણીએ સાઇડમાં ઉભા રહેવાનું કહેતા, ઉશ્‍ેકરાઇ ગયેલા ઉપરોકત શખ્‍સે યુવતીને પેટમાં પાટુ મારી, ઇજાઓ પહોંચાડી હતી.

આટલુ જ નહીં, અહીં આવેલા ફરીયાદી ભારાભાઇ પેથાભાઇને આરોપીએ બિભત્‍સ ગાળો કાઢી, લાકડાનો ધોકો ફટકારી દીધો હતો. આમ, પિતા-પુત્રીને બિભત્‍સ ગાળો કાઢી, જ્ઞાતિ પ્રત્‍યે અપમાનિત કરી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા આ સમગ્ર બનાવવા અંગે જીવણભાઇ વાધેર સામે ગુનો નોંધવામાં આવ્‍યો છે. તપાસ એસ.ટી. એસ.ટી સેલના ડીવાયએસપી સમીર સારડા ચલાવી રહ્યા છે.

(1:03 pm IST)