Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

જૂનાગઢ પોલીસે ફેરીયાનું ધાબળાનું પોટલું શોધી કાઢ્યું

 જૂનાગઢ,તા.૨૪ : વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા ધાબળા વેચનાર ફેરીયાનુ રૃ. ૧૦,૦૦૦/-ની કિંમતના ધાબળાનુ પોટલુ ખોવાયેલ, જે સામાન નેત્રમ શાખા જૂનાગઢ દ્વારા શોધી કાઢેલ  હતું.

 અરજદાર ધનાભાઇ પરમાર વાડલા ફાટક જૂનાગઢ ખાતે રહેતા હોય અને ફેરીયાનુ કામ કરી પોતાનુ અને પોતાના પરીવારનુ ગુજરાન ગુજારતા હોય. ધનાભાઇ દરરોજ સવારે ફેરીનો સામાન પોતાના ઘરેથી લઇ અને જૂનાગઢ ખાતે વેચાણ અર્થે લાવતા હોય જે દરમ્યાન વાડલા ફાટકથી ઓટો રીક્ષામાં બેસી ધાબળાનુ વહેચાણ કરવા માટે જૂનાગઢ ખાતે આવેલ. ઝાંસી સર્કલ ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમની સાથે વેપાર કરવા માટે લાવેલ નવા ધાબળાનુ પોટલુ ઓટો રીક્ષામાં ઉપરના ભાગે ભુલી ગયેલ. તેમણે કોઇ પાસેથે ઉછીના રૃપીયા લઇ અને ધાબળા ખરીદેલ અને વહેચાણ થયા બાદ પરત આપવાની જુબાન આપેલ.

 હેડ કવા. ડીવાયએસપી એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ્રૂકંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૃ, પો.કો. દેવેનભાઇ સીંધવ, રાહુલગીરી મેઘનાથી, ભાવેશભાઇ પરમાર, એન્જી. રેયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી અને તે જે ઓટો રીક્ષામાં બેઠેલ તે સમગ્ર રૃટના ર્ંવિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ ઘ્ઘ્વ્સ્ ફૂટેજ ચેક કરતા ઓટો રીક્ષામાં ઉપરના ભાગે રાખેલ પોટલુ નજરે પડેલ. રીક્ષા ચાલકને પણ ખ્યાલ નહી કે તેમની ઓટો રીક્ષામાં કોઇ પેસેન્જર આ પોટલુ ભુલી ગયેલ છે.ં  

 નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા ઓટો રીક્ષા ચાલકને શોધી રૃ. ૧૦,૦૦૦/- ની કીંમતના ગરમ ધાબળાનુ પોટલુ શોધી પરત આપેલ. ર્ંનેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા પોતાના વહેચાણ માટેના ધાબળા સહીતના સામાનનુ પોટલુ સહી સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને ધનાભાઇ પરમાર દ્રારા નેત્રમ શાખાના પોલીસ સ્ટાફનો આભાર પણ વ્યકત કર્યો હતો.  

(4:39 pm IST)