Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

જુનાગઢના છેતરપીંડીના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ભરુચ જિલ્લા માથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૨૪ : મ્હેપોલીસ મહાનિદેશકશ્રી અને સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વે ગાંધીનગર નાઓની સુચના અનુસાર રાજય મા પેરોલ પર છુટેલ ભાગેડુ આરોપી ઓ ,વચગાળાના જામીન પર મુકત ફરાર તથા નાસતા ફરતા આરોપી ઓને પકડવા સારૃ સમગ્રરાજ્ય મા વધુ મા વધુ આરોપી ઓ પકડવા જણાવેલ હોય જે અન્વયે જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડાની સુચના તેમજ પોલીસ અધીક્ષક રવીતેજા વાસમશેટ્ટીની સુચના તથા માર્ગદર્શન  હેઠળ જીલ્લામાં આગામી સમયમાં વિધાન સભાની ચૂંટણી આવતી હોય જિલ્લા માં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ સારૃ ગુન્હાના કામેના નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી આરોપીઓને શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લો સ્કોડને તેમજ જીલ્લા પોલીસ તંત્રને સદરહુ કામગીરી અસરકારક કરવા જરૃરી સુચના આપેલ હોય જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચ ના પો.ઈન્સ  જે.એચ. સિંધવ, પો.ઈન્સ જે.જે.પટેલ  તથા જે.જે. ગઢવી સાહેબ ના માર્ગદર્શન અને સુચના મુજબ પેરોલ ફર્લો સ્કોડના પી.એસ.આઈ વી. કે.ઉંજીયા તથા પો.હેડ કોન્સ. ભરતભાઇ વીરાભાઇ ખાંભલા તથા પો કોન્સ રવિન્દ્રભાઇ હમીરભાઇ વાંક તથા વુ.પો.કોન્સ લલીતાબેન હરગ્યાનભાઇ શર્મા તથા ડ્રા.એ.એસ.આઇ ધર્મન્દ્રસિંહ ભાવુભા એ રીતે નાઓની ટીમ દ્વારા   જીલ્લામાં જુદા જુદા  પોલીસ સ્ટેશનો મા ગુન્હા ના કામે નાસતા ફરતા આરોપી ઓ તથા જેલ ફરારી આરોપીઓ ને પકડવા સારૃ એલ.સી.બી પો.કોન્સ સાહીલભાઇ સમાને બાતમી રાહે હકિકત મળેલ કે સી ડીવી.પો.સ્ટે. (૧) સરદ ઉર્ફ પારૃલ સુનીલભાઇ વસાવા જાતે.આદિવાસી ઉ.વ.૩૩ ધંધોઃ-ઘરકામ રહે.વાંદરીયા ગામ તા.વાલીયા જી.ભરુચ વાળીને પકીપાડી બાદ સદર ગુન્હાના અન્ય  આરોપી બાબતે યુકતી પ્રયુકતી કરી વધુ પુછપરછથી બીજો આરોપી નં (ર) સુરેશભાઇ હેરીયાભાઇ વસાવા જાતે.આદિવાસી ઉ.વ.૪૫ ધંધોઃ-ખેતી મજુરી રહે.વાંગોરી ગામ તા.નેત્રંગ જી.ભરુચ વાળાઓ મજકુર આરોપી ઉકત ગુન્હામાં સંડોવાયેલની કબૂલાત કરતા તેને હસ્તગત કરી આગળ ની કાર્યવાહી કરવા સારૃ જુનાગઢ સી.ડીવીઝન પોસ્ટે. ખાતે સોપી આપવામા આવેલ છે.(

(4:40 pm IST)