Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

પોરબંદર જિલ્લામાં સુચારૂ રીતે ચૂંટણી કામગીરી પાર પડે તે માટે માર્ગદર્શન આપતા જનરલ ઓબ્‍ઝર્વર વૈભવ શ્રીવાસ્‍તવ

પોસ્‍ટલ બેલેટ મતદાન તથા દિવ્‍યાંગ મતદારો માટે સુવિધા એપ મારફતની ફરિયાદોનો નિકાલ વ્‍યવસ્‍થા સહિત માહિતી આપી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૪ : જિલ્લામાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા બેઠક ચૂંટણીના જનરલ ઓબ્‍ઝર્વર  વૈભવ શ્રીવાસ્‍તવે યોજીને જિલ્લામાં સુચારૂ રીતે ચૂંટણી કામગીરી પાર પડે તે માટે પોરબંદર અને કુતિયાણા મતવિસ્‍તારમાં કાર્યરત નોડલ અધિકારીઓ પાસેથી વિગતો જાણી માર્ગદર્શન આપ્‍યું હતું.

પોરબંદર જિલ્લાની વિધાનસભા ચૂંટણીના જનરલ ઓબ્‍ઝર્વર વૈભવ શ્રીવાસ્‍તવે પોરબંદર સર્કિટ હાઉસ ખાતે ચુંટણીના વિવિધ નોડલ અધિકારી તેમજ ચૂંટણી અધિકારી સહિતના તમામ અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરી ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર ચુંટણીની કામગીરી સુચારૂ રીતે પાર પડે તે માટે અભ્‍યાસુ માર્ગદર્શન આપ્‍યું હતું.

જનરલ ઓબ્‍ઝર્વરએ બંને વિધાનસભા વિસ્‍તારના ચૂંટણી અધિકારી પાસેથી પોલીંગ સ્‍ટાફ, મતદાન મથકમાં સુવિધા, પોસ્‍ટલ બેલેટ મતદાન અંગેની કામગીરી, દિવ્‍યાંગ મતદારો માટેની સુવિધા, જયા અગાઉ ઓછુ મતદાન થયું છે. ત્‍યાં આ વખતે વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો તથા એપ મારફત આવેલી ફરીયાદો અને તેના નિકાલની વ્‍યવસ્‍થા સ્‍ટાફને ટ્રેનિંગ, એમસીએમસીની કામગીરી અને તેની સમીક્ષા, આચાર સંહિતાના ભંગની ફરીયાદો અને તેના નિકાલની સમીક્ષા સહિત તમામ મુદ્દે માહિતી મેળવીને સંબંધિત અધિકારીને આપ્‍યું હતું. આ બેઠકમાં ખર્ચના ઓબ્‍ઝર અમિતાભ સાહ તેમજ અન્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:35 pm IST)