Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કચ્છ પહોંચ્યા: ભુજમાં બંધ બારણે બેઠક

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪ :  ચુંટણી વચ્ચે એકાએક ભાજપના પ્રદે પ્રમુખ સી.આર. પાટીલ ભુજ પહોંચી આવતાં કચ્છના રાજકીય ગરમાટો આવી ગયો છે. આ લખાય છે ત્યારે સી.આર. પાટીલની સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, કાર્યકારી જિલ્લા પ્રમુખ વલમજી હુંબલ, ભુજ બેઠકના ઉમેદવાર કેશુભાઈ પટેલ, તેમ જ કચ્છની ૬ બેઠકના પ્રભારીઓ સાથે ભુજની સેવન સ્કાય હોટેલમાં બંધ બારણે બેઠક શરૂ કરી હતી. બેઠક બાદ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પત્રકાર પરિષદને સંબોધન કરશે. કચ્છ જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હોવાનું પ્રવકતા સાત્વિકદાન ગઢવી દ્વારા જણાવાયું છે. વિડીયો વિનોદ ગાલા ભુજ

(2:15 pm IST)