Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

પ વર્ષમાં રસ્‍તા, શિક્ષણ આરોગ્‍ય સહિતની સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવી : વિરજીભાઇ ઠુંમર

લાઠી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરનું પલડું ભારે જોવા મળી રહ્યું છે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઠેર ઠેર ઢોલ નગારા સાથે વીરજીભાઈ ઠુંમરનું સ્‍વાગત કરવામાં આવી રહ્યું છે બાબરા લાઠી અને દામનગર વિસ્‍તારના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મોટી સંખ્‍યામાં જન મેદની જોવા મળી રહી છે અને લોકો વિરજીભાઈ ઠુંમરને ફરી ધારાસભ્‍યને જોવા માટે મત રૂપી આશીર્વાદ આપી વિધાનસભામાં મોકલવા માટે આતુર બની રહ્યા છે છેલ્લા પાંચ વર્ષમાં વિસ્‍તારમાં રોડ રસ્‍તાઓ, શિક્ષણ, આરોગ્‍ય, સહીતની અન્‍ય પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવ્‍યાનું ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્‍યું હતું.

(3:49 pm IST)