Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ગદ્દાર મુખ્યમંત્રી નથી બની શકતો, હાઇકમાન સચિન પાયલોટને મુખ્યમંત્રી નથી બનાવી શકતુ: અશોક ગેહલોતના આકરા પ્રહાર

એક એવો વ્યક્તિ, જેમની પાસે 10 ધારાસભ્ય પણ નથી ગહેલોતે કહ્યુ, આ ભારતમાં પ્રથમ વખત થયુ હશે જ્યારે એક પાર્ટી અધ્યક્ષે પોતાની જ સરકાર પાડવાનો પ્રયાસ કર્યો

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ પર પ્રહાર કર્યા હતા અને તેમણે ગદ્દાર કહ્યા હતા. અશોક ગહેલોતે NDTV સાથે વાત કરતા કહ્યુ કે, “એક ગદ્દાર મુખ્યમંત્રી નથી બની શકતો, હાઇકમાન સચિન પાયલોટને મુખ્યમંત્રી નથી બનાવી શકતુ, એક એવો વ્યક્તિ, જેમની પાસે 10 ધારાસભ્ય પણ નથી…એવો વ્યક્તિ, જેમણે વિદ્રોહ કર્યો…તેમણે પાર્ટી સાથે વિશ્વાસઘાત કર્યો, તે ગદ્દાર છે

અશોક ગહેલોતે 2020માં થયેલા બળવા વિશે વિસ્તારથી જણાવ્યુ હતુ. ગહેલોતે કહ્યુ, આ ભારતમાં પ્રથમ વખત થયુ હશે જ્યારે એક પાર્ટી અધ્યક્ષે પોતાની જ સરકાર પાડવાનો પ્રયાસ કર્યો. અશોક ગહેલોતે કોઇ પુરાવા રજૂ નહતા કર્યા પરંતુ કહ્યુ કે આ બળવાને ભારતીય જનતા પાર્ટીએ ફંડ કર્યુ હતુ અને તેની પાછળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના સીનિયર નેતા સામેલ હતા.

બે વર્ષ સુધી રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી રહી ચુકેલા સચિન પાયલોટ 19 ધારાસભ્યને લઇને દિલ્હી નજીક ફાઇવ સ્ટાર રિસોર્ટમાં પહોચી ગયા હતા. આ કોંગ્રેસને સીધો પડકાર હતો કે તેમણે મુખ્યમંત્રી બનાવવામાં આવે અથવા તે કોંગ્રેસ છોડીને જતા રહેશે અને તેને કારણે કેટલાક રાજ્યમાં શાસન કરી રહેલી પાર્ટી એક રાજ્યમાં તૂટી પણ ગઇ હતી.

આ પડકાર નિષ્ફળ રહ્યો હતો કારણ કે સચિન પાયલોટને અશોક ગહેલોતે આસાનીથી હાર માની નહતી અને તેમણે પણ ફાઇવ સ્ટાર રિસોર્ટમાં જ 100થી વધારે ધારાસભ્યોને લઇ જઇને પોતાની તાકાત બતાવી હતી. સ્પષ્ટ થઇ ગયુ કે બન્ને નેતામાં કોઇ મુકાબલો હતો જ નહી. સચિન પાયલોટે આ નિષ્ફળતાનું પરિણામ ભોગવવુ પડ્યુ હતુ. એક સમજૂતિ તૈયાર કરવામાં આવી અને દંડ તરીકે તેમણે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા અને નાયબ મુખ્યમંત્રીનું પદ પણ ગુમાવ્યુ હતુ.

અશોક ગહેલોતે આરોપ લગાવ્યો કે તે બળવા દરમિયાન સચિન પાયલોટે બે સીનિયર કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. ગહેલોતે કહ્યુ, “અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાન સામેલ હતા..તે લોકો વચ્ચે દિલ્હીમાં બેઠક થઇ હતી..” તે બાદ તેમણે કોઇ પુરાવા વગર આરોપ લગાવ્યો કે સચિન સાથે હાજર ધારાસભ્યમાંથી “કોઇને 5 કરોડ મળ્યા તો કોઇને 10 કરોડ અને આ રકમ દિલ્હીના ભાજપ કાર્યાલયમાંથી ઉઠાવવામાં આવી હતી.” અશોક ગહેલોતે એમ પણ કહ્યુ કે સચિન પાયલોટ કેમ્પના લોકોને મળવા માટે ધર્મેન્દ્ર પ્રધાન પહોચ્યા હતા જ્યારે કોંગ્રેસ તરફથી વાતચીત માટે મોકલવામાં આવેલા નેતાઓને મુલાકાત કરવા દેવામાં આવી નહતી.

(8:13 pm IST)