Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

મોરબી: ABVP આયોજિત ‘છાત્ર હુંકાર’ સંમેલન સંપન્ન, જય વસાવડાએ યુવાનોને મોટીવેટ કર્યા.

યુવા વયે માણસની ગતિ શક્તિ સ્ફૂર્તિ અને સ્મૃતિ યોગ્ય માત્રામાં હોય છે ત્યારે તેનું જોયો યોગ્ય ઘાટ ઘડવામાં આવે તો દેશનો વિકાસ થઈ શકે

મોરબીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ  (ABVP)  દ્વારા આજે ‘છાત્ર હુંકાર’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાંબહોળી સંખ્યામાં  જિલ્લાભરના  યુવાનો ઉપસ્થિત થયા હતા.આ સંમેલનમાં મોટિવેશનલ સ્પીકર જય વસાવડાએ યુવાનોને મોટીવેટ કર્યા હતા અને વિદ્યાર્થી પરિષદ દ્વારા શૈક્ષણિક તેમજ સામાજિક પ્રશ્નો અંગેની અસરકાર સમજ આપી હતી.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) મોરબી દ્વારા આજે બ્લડબેંક ખાતે ‘છાત્ર હુંકાર’ કાર્યક્રમ યોજાયો હતો.  આ અંગે જય વસાવડાએ મીડિયાને જણાવ્યું હતું કે, આજના કાર્યક્રમમાં મેં છાત્ર શક્તિમાં હુંકાર શબ્દને પ્રાસ્તાવિત કર્યો અર્થાત્ છાત્ર શક્તિમાં રહેલા આજનો વિશ્વાસ ને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો આજના કાર્યક્રમમાં મુખ્યત્વે અમે યુવા પેઢીને આગામી સમયમાં કઈ રીતે દેશની રક્ષા કાજે કાર્યરત રહેવું આ ઉપરાંત તેઓ વિશ્વમાં કેવી ભૂમિકા ભજવી શકે તેના માટે તૈયાર કરવાનું માર્ગદર્શન આજે આપવામાં આવ્યું હતું. જેમાં ભારતના અમૂલ્ય વારસાની વાત કરવામાં આવી હતી. એક સમયે ભારત પાસે કેવો ખજાનો હતો અને આજે ભારતની કેવી સ્થિતિ છે આગામી યુગમાં જ્યારે ટેકનોલોજી નું આગમન થઈ રહ્યું છે તેમાં વિદ્યાર્થીઓ પોતાના સમયનો સદુપયોગ કરીને કઈ રીતે પોતાની કારકિર્દી પણ બનાવે દેશને પણ ઉપયોગી થાય અને દુનિયા આખી માં ભારતનું નામ રોશન કરે તેવી થોડી વાતો કરી હતી મને વિશ્વાસ છે કે છાત્ર શક્તિ એટલે યુવાન અને યુવા વયે માણસની ગતિ શક્તિ સ્ફૂર્તિ અને સ્મૃતિ યોગ્ય માત્રામાં હોય છે ત્યારે તેનું જોયો યોગ્ય ઘાટ ઘડવામાં આવે તો દેશનો વિકાસ થઈ શકે છે તેવું તેમણે જણાવ્યું હતું.
વધુમાં મોરબી ABVPના નગરમંત્રી શિવાંગ  નાનકે મીડિયાને જણાવ્યું હતું કે, ABVPને 75 વર્ષ પૂર્ણ થયા તેને અનુલક્ષીને રાષ્ટ્રીય સ્તરેથી એક સૂચના આપવામાં આવી હતી કે ભારતના પ્રત્યેક જિલ્લામાં છાત્રહંકાર નામના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે જેમાં વિદ્યાર્થીઓને જીવનમાં સફળ કેમ થવું તેનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓ સામાજિક અને શૈક્ષણિક જેવા મુદ્દાઓથી પીડાતા હોય તો તેને એકત્ર કરીને આ સંમેલન થકી સરકાર સમક્ષ રજૂ કરી શકાય એ મુખ્ય હેતુ હતો. આજના સંમેલનમાં જેટલા પણ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે તેને આગામી સમયમાં અમે કલેકટર સમક્ષ રજૂ કરવાના છીએ. આ સંમેલનના મુખ્ય વક્તા તરીકે લેખક, મોટીવેશનલ સ્પીકર જયભાઈ વસાવડા અને કનુભાઈ કરકર ઉપસ્થિત રહ્યા હતા. તેવું તેમણે જણાવ્યું હતું.

(10:51 pm IST)