Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

જૂનાગઢના માખીયાળા પાસેનાં કારખાનામાંથી રૂા. ૧૫.૮૨ લાખના ૪૬૫૫ કિલો જીરૂની ચોરી

ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૫ : જૂનાગઢ તાલુકાનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં ચોરીનો સિલસિલો યથાવત રહેતા માખીયાણા પાસેના કારખાનામાંથી રૂા. ૧૫.૮૨ લાખના ૪૬૫૫ કિલો જીરૂની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ થઇ છે.

તાલુકાના સાબલપુર પાસેની જીઆઇડીસી ખાતેના છ કારખાનામાં તસ્‍કરોએ તરખાટ મચાવ્‍યા બાદ હવે માખીયાળાની સીમમાં આવેલ અહેમદ અવરસીસ નામનાં કારખાના બે નિશાચરોએ નિશાન બતાવ્‍યું હતું.

કારખાનાની પાછળની દિવાલ કૂદીને આવેલા તસ્‍કરો રૂા. ૧૫,૮૨,૭૦૦ ની કિંમતનું ૪૬૫૫ કિલો જીરૂ ચોરી ગયા હતા.

આ અંગે કારખાના માલિક ફેસલ અજીજભાઇ સોરઠીયાએ પોલીસને જાણ કરી હતી.

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા તેના આધારે પી.એસ.આઇ ગઢવીએ ત્રણ તસ્‍કરોએ પકડવા તપાસ હાથ ધરી છે.

(11:55 am IST)