Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

ગોંડલના મોવિયામાં સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

ગોંડલ  તા. ૨૫ : તાલુકાના મોવિયા ગામે સામુહિક સ્‍વસ્‍છતા અભિયાન બે દિવસ આઝાદી કા અમળત મહોત્‍સવની ઉજવણીના ભાગ રૂપે સમગ્ર ગામમાં ગામના સરપંચ કંચનબેન રોહિતભાઈ ખુંટના નેતળત્‍વ નીચે અને ગોંડલ તાલુકા પંચાચતના પ્રમુખ ભાર્ગવભાઈ કિશોરભાઈ અંદિપરાની હાજરીમાં ગામની ગંદકી દુર કરવાનું કામ કરવામાં આવ્‍યું. આ સામુહિક કામમાં ગામને ૪  વિભાગમાં ગોઠવણી કરવામાં આતી હતી.

 વિભાગ-૧માં સરપંચ કંચનબેન રોહિતભાઈ ખુંટની ટીમ સાથે સરદાર વલ્લભભાઈ પટેલ કન્‍યાશાળાની વિદ્યાર્થીનીઓ, આચાર્ય અલ્‍પાબેન વઘાસીયા તેમનો સ્‍ટાફ કર્મચારી ભાઈ-બહેનો તેમજ ગ્રામપંચાયતના સભ્‍યો આશિષભાઈ રાવલ, પી.ડી.ભાઈ ખુંટ , પારસભાઈ ભાલાળા, ભાવેશભાઈ મનસુખભાઈ ભાલાળા, ભાવેશભાઈ ઠાકરશીભાઈ ભાલાળા વગેરે તેમજ વિભાગ્‌-રમાં ઉપસરપંચ વિનુભાઈ મોહનભાઈ કાલરીયાની ટીમ સાથે દીપક હાઈસ્‍કુલના વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ આચાર્ય ભુપતભાઈ હિરપરા તેમનો સ્‍ટાફ કર્મચારી ભાઈ - બહેનો, ગામ પંચાયતના સભ્‍યો દિગ્નેશભાઈ જે. કાલરીયા, રાજેશભાઈ હાંસલિયા, ચિરાગભાઈ પ્રાગજીભાઈ કાલરીયા વગેરે તેમજ વિભાગ-૩માં રાજકોટ જીલ્લા પંચાયતના સભ્‍ય લીલાબેન બટુકભાઈ ઠુંમરની સાથે મોવિયા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રના મેડીકલ ઓફિસર ડો. માનસીબેન રૂપાણી, આશાવર્કર બહેનો, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રનો સ્‍ટાફ કર્મચારી ભાઈ- બહેનો તેમજ ગામ પંચાયત સભ્‍યો શૈલેષભાઈ ઠુંમર, હરસુખભાઈ લાંબા, સાવિત્રીબેન પાડલીચા વગેરે તેમજ વિભાગ-૪માં ગોંડલ તાલુકા પંચાયત સભ્‍ય જયશ્રીબેન મનીષભાઈ ખૂંટની ટીમ સાથે આંગણવાડી વર્કર બહેનો તેમજ હેલ્‍પર બહેનો તેમજ લખમણભાઈ લાંબરીયા મનુભાઈ સાંડપા, હિતેશભાઈ જાદવ સૌએ નાનામોટા આઠ વાહનો સાથે તલાટી કમ મંત્રી વિજયભાઈ ચૌહાણ, લેઉવા પટેલ સમાજના પ્રમુખ કુરજીભાઈ ભાલાળા, કડજા પટેલ સમાજના પ્રમુખ ભુપતભાઈ કાલરીયા, સર્વર્ાેદય છાત્રાલયના મેનેજીંગ ટ્રસ્‍ટી ચિરાગભાઈ દુદાણી, ગામના સેવક કાર્યકર કિશોરભાઈ અંદિપસ ગામ પંચાયતનો સ્‍ટાફ કર્મચારી ભાઈ-બહેનો, સફાઈ કામદાર ભાઈ-બહેનો વગેરેના સાથ સહકારથી ભારત સરકાર રાજ્‍ય સરકારની યોજનાઓને સફળ બનાવવા સામુહિક કાર્યક્રમ દ્વારા  સરાહનીય સ્‍વચ્‍છતા અભિયાન કરી આઝાદીના અમળત મહોત્‍સવની ઉજવણી કરી હતી.

(2:46 pm IST)