Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

જૂનાગઢ ઉમિયા સમાધાન પંચની મધ્‍યસ્‍થીથી કડવા પાટીદાર પરિવારોનાં ૧૦૮૭ વિવાદોનું સમાધાન

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૫ : સૌરાષ્‍ટ્ર - ગુજરાતમાં વસતા કડવા પાટીદાર પરીવારોના પારિવારીક વિવાદો જેવા કે પતિ-પત્‍નીના લગ્નજીવનના વિવાદ, વારસાઇ મિલ્‍કતના ભાઇઓ ભાગના વિવાદ, વૃધ્‍ધ-અશકત મા-બાપને સાચવવાના વિવાદ, ધંધા-ભાગીદારના વિવાદ, ખેતર સેઢા-મારગના વિવાદ મળીને કુલ ૧૦૮૭ જેટલા વિવાદોના પંચની લીગલ એઇડ કમીટીના સભ્‍યોએ બંને પક્ષકારોને માન્‍ય રહ્યા તેવા સમાધાન કરાવી આપેલ છે.

પંચના મેનેજીંગ ટ્રસ્‍ટી કાંતિભાઇ ફળદુ, ટ્રસ્‍ટી પ્રમુખ સીએ સવજીભાઇ મેનપરા, શીરીષભાઇ સાપરીયા, રતિભાઇ મારડિયા, કિશોરભાઇ મેંદપરા, રજીસ્‍ટ્રાર સી.વી. રાજપરા, કમીટી મેમ્‍બર્સ હસમુખબેન કનેરીયા, ધીરૂભાઇ સાદરીયા, મોહનભાઇ રાજપરા અને દિનેશભાઇ ડઢાણીયા સામુહિક પ્રયાસોનું આ પરિણામ છે.

જો કોઇ કડવા પાટીદાર પરિવારમાં આ પ્રકારના વિવાદ હોય તો કોર્ટમાં ન જતાં સમાધાન પંચનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

(11:05 am IST)