Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

કોડિનાર આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર

(અશોક પાઠક દ્વારા)કોડીનાર તા. ૨૫ : આમ આદમી પાર્ટી કોડીનાર દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમની ૪ કંપનીઓએ ફયુલ પ્રાઇસ એન્‍ડ પાવર પરચેઝ એગ્રીમેન્‍ટ અંતર્ગત યુનિટ દીઠ રપ પૈસાનો વધારો કરતા તેમજ પેટ્રોલ ડીઝલ ના વધતાં ભાવ ઘટાડવા મુદ્દે મુખ્‍યમંત્રીને સંબોધન કરતું આવેદન પત્ર  મહેશ એન.બારડ ડીસ્‍ટ્રીકટ સેક્રેટરી આમ આદમી પાર્ટીની અધ્‍યક્ષતામાં કોડીનાર મામલતદારને પાઠવ્‍યું હતું.

આવેદન પત્રમાં જણાવ્‍યું હતું કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમની ૪ કંપનીઓએ ફયુલ પ્રાઇસ એન્‍ડ પાવર પરચેઝ એગ્રીમેન્‍ટ અંતર્ગત યુનિટ દીઠ રપ પૈસાનો વધારો કર્યો છે, તેને કારણે ગુજરાતી વીજ ગ્રાહકો માટે માસિક ર૪૫.૮ કરોડ રૂપીયાનો વાર્ષિક રૂ.૨૫૦ કરોડ રૂપીયાનો આર્થિક બોજ વધશે સરકારી પાવર પ્‍લાન્‍ટોની ક્ષમતા ઘટાડીને ખાનગી પાવર પ્‍લાન્‍ટોને -ોત્‍સાહન આપવાની ગુજરાત સરકારે શરૂ કરેલી નીતિનો ભોગ હવે ગુજરાતની જનતા બની રહી છે.પાવર ઉત્‍પાદકો અને વિતરણ કરનારાઓ માટે ગુજરાત વીજ નિયમન પંચમાં મોસાળમાંજમણી મા પીરસે એવો ઘાટ છે. એમાં ગુજરાતનો વીજ વપરાશકાર મધ્‍યમ વર્ગ પીસાઈ રહયો છે.હાલમાં શ્રમિક ખેડુત, નાના ટોપારી અને નાના ઉદ્યોગકારો સહીતનો ગુજરાતનો મધ્‍યમ અને ગરીબ વર્ગ હાલના સંજોગોમાં મોંઘવારીના ચક્કરમાં પીસાઇ રહ્યો છે. મોંધવારી અને બેરોજગારી એના ચરમ પર છે. આવા સંજોગોમાં માસિક રૂા.ર૪૫.૮ કરોડનો બોજ મધ્‍યમ વર્ગનું જીવન મુશ્‍કેલ કરી દેશે. તેમજ આંતરરાષ્‍ટ્રીય કુંડના ભાવમાં ૩ર ટકાનો ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાં અસહ્ય ભાવ વધારો થયો છે. આંતરરાષ્‍ટ્રીય ક્રુડના ભાવ ઘટાડાનો લાભ જનતાને તાત્‍કાલીક આપવો જોઇએ.

જો ભાવ વધારો પાછો ખેંચવામાં નહી આવે અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં નહીં આવે તો નાછુટકે ગુજરાતના લોકોના હીતમાં આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આંદોલનાત્‍મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે તેવી ચીમકી ઉચ્‍ચારી છે

(11:01 am IST)