Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

હળવદની તક્ષશિલા કોલેજના બે પ્રોફેસરોની સાયન્‍સ મેથડની બુકનું વિમોચન

 હળવદ : સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના બી.એડ્‍. કોર્ષ માટે ઉપયોગી થાય અને સ્‍પર્ધાત્‍મક કસોટીના શિક્ષણને લગતા પ્રશ્‍નો માટે ઉપયોગી થાય તેવી સાયન્‍સ મેથડની બુકની આવશ્‍યકતા હતી. ત્‍યારે હળવદની તક્ષશિલા બી.એડ્‍. કોલેજના બે પ્રોફેસરોએ  પાર્થ પટેલ અને રાઠોડ વિપુલે આ કમી પૂરી કરવાનો પ્રયત્‍ન કર્યો છે. પબ્‍લિશ કરેલ આ બુક બન્ને પ્રોફેસરોએ સંસ્‍થાના મેનેજિંગ ડિરેક્‍ટર ડો. મહેશ પટેલને અર્પણ કરી હતી. વિમોચન પ્રસંગે કોલેજના આચાર્ય ડો. અલ્‍પેશ સિણોજીયા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને હમીર સાવધરીયાએ બુક તૈયાર કરનાર પ્રોફેસરોને શુભેચ્‍છા પાઠવી હતી . આ બુક સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બી.એડ્‍. કોલેજના વિદ્યાર્થીઓને EC-6 વિષય માટે ખૂબ ઉપયોગી નિવડશે તેવું જણાવ્‍યું હતું. આ પ્રસંગે પાર્થ પટેલ અને રાઠોડ વિપુલે જણાવ્‍યું હતું કે આ વિજ્ઞાન મેથડની બુક બી.એડ ના તાલીમાર્થીઓને  સરળતાથી સમજવામાં મદદરૂપ થવાની સાથે જે વિદ્યાર્થીઓ ટેટ અને ટાટ ની તૈયારી કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી બની રહેશે તેમજ શિક્ષક મિત્રો ને પણ પોતાના વ્‍યવસાયમાં કુશળતા પ્રાપ્ત કરવા માટે આ પુસ્‍તક એટલું જ ઉપયોગી બની રહેશે.(તસ્‍વીર - અહેવાલ : હરીશ રબારી હળવદ)

(11:01 am IST)