Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

બાગેશ્વર સરકારના સમર્થનમાં દ્વારકાના શંકરાચાર્ય સ્‍વામી સદાનંદ સરસ્‍વતી

પ્રમાણિકતા હોય તેને અંધશ્રધ્‍ધા કેવી રીતે કહી શકાય : શંકરાચાર્ય

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા. ૨૫ : શારદા દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્‍વામી સદાનંદ સરસ્‍વતીને બાગેશ્વર ધામના ધીરેન્‍દ્ર શાષાીને ટેકો આપ્‍યો હતો. પ્રથમ વખત  છિંદવાડા આવેલા સદાનંદ સરસ્‍વતીએ કહ્યું કે દવા અને પ્રાર્થના અમારી પરંપરા રહી છે. તેમણે કહ્યું કે જે લોકો તેને અંધશ્રધ્‍ધા કરી રહ્યા છે. તેઓને અંધશ્રધ્‍ધાનો અર્થ ખબર નથી. આ પહેલા જયોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુકતેશ્વરાનંદે બાગેશ્વર ધામના ધીરેન્‍દ્ર શાષાીના ચમત્‍કારો પર સવાલ ઉઠાવ્‍યા હતા.

શંકરાચાર્યે સમર્થનમાં શંકરાચાર્યએ  શું કહ્યું.

શંકરાચાર્ય સદાનંદ સરસ્‍વતીજીએ કહ્યું કે તેઓ જે અંધશ્રધ્‍ધાની વાત કરી રહ્યા છે, જે વસ્‍તુમાં પ્રમાણિકતા છે તેને અંધશ્રધ્‍ધા કેવી રીતે કહી શકાય. બાગેશ્વરના ધીરેન્‍દ્ર શાષાી કહી રહ્યા છે કે તે હનુમાનજી નથી જે દયા કરી રહ્યા છે. આપણી પરંપરા દવા અને પ્રાર્થનાની રહી છે, જેઓ તેને અંધશ્રધ્‍ધા કરી રહ્યા છે તેઓને અંધશ્રધ્‍ધાનો અર્થ ખબર નથી તેમણે કહ્યું કે બાગેશ્વર સરકાર કોઇની પાસેથી પૈસા લીધા નથી. છેતરપીંડી કરી નથી. અને કોઇને ષડયંત્રમાં ફસાવ્‍યા નથી કે ોકઇએ તેમના વિશે ફરિયાદ કરી નથી. દવા અને પ્રાર્થનાની પરંપરા છે તમારા માતા-પિતા દવા અને પ્રાર્થનામાં માનતા હતા કે ન માનતા હતા, તો પછી કોઇને શું વાંધો છે. સ્‍વામી સદાનંદ સરસ્‍વતીએ પણ કટનીમાં બાગેશ્વર ધામમાં સમર્થનમાં નિવેદન આપ્‍યું હતું.

સ્‍વામી પ્રસાદ મૌર્ય

પર નિશાન સાધ્‍યું

રામચરિત માનસને લઇને સપા નેતા સ્‍વામી પ્રસાદ મૌર્યના નિવેદન પર શંકરાચાર્યએ કહ્યું કે તે તેમનો વિષય નથી, રામચરિત માનસના એક સુત્રનો અર્થ કહી શકતા નથી, જ્‍યારે તે તમારો વિષય નથી તો તમે તેના પર કેમ બોલો છો. શંકરાચાર્યએ કહ્યું કે રામાયણનો ઉદ્દેશય શું છે, પૂર્વદર્શન શું છે, લક્ષ્ય શું છે, મોટા લોકએ વજનદાર વાત કરવી જોઇએ. બિહારના શિક્ષણમંત્રી ચંદ્રશેખરના નિવેદન પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેનો અર્થ જાણ્‍યા વિના ઉચ્‍ચાર ન કરવો જોઇએ. તેઓએ રામાયણ વાંચ્‍યુ નથી., તેનો અર્થ પણ તેઓ જાણતા નથી.

શંકરાચાર્ય વચ્‍ચે મતભેદો

સદાનંદ સરસ્‍વતીના આ નિવેદન પહેલા, જયોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુકતેશ્વરાનંદે શનિવારે બિલાસપુરના બાગેશ્વર ધામના પંડિત ધીરેન્‍દ્ર કૃષ્‍ણ શાષાી વિશે પુછવામાં આવેલ પ્રશ્‍ન પર કહ્યું હતું કે ચમત્‍કારિક વરસાદથી તેમના જોશીમઠના ઘરોની તિરાડો ચમત્‍કારથી ભરાઇ જાય છે. તેઓ તેમનું સ્‍વાગત કરશે. તેમણે કહ્યું હતું કે જે આવશે તેના માટે અમે ફુલો ફેલાવીશું, અમારા ઘરમાં, અમારા મઠમાં જે તિરાડ પડી છે તેમાં જોડાઇશું. (તસ્‍વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(11:31 am IST)