Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

પોરબંદરમાં જુની રંગભુમિના કલાકાર

મહેન્દ્રભાઇ દેવમુરારીનો શબ્દાંજલિ કાર્યક્રમ યોજાયો

પોરબંદર તા.રપ :  વેપારીઓ દ્વારા જુની રંગભુમીના કલાકારને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવેલ હતી. ગાયત્રી મંત્ર દ્વારા વેપારીઓએ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ જેમાં સ્વેચ્છાએ બહોળી સંખ્યામાં વેપારીઓ શ્રધ્ધાંજલિ અર્પણ કરવા જોડાયા.

વર્ષો પહેલા રંગભુમીના નાટકો અતિ લોકપ્રીય હતા શેરીએ શેરીએ નાટકો ભજવાતા નવલા નોરતામાં માતાજીના ગરબા સાથે નાટકોનું પણ આયોજન થતુ. ચાલીસ વર્ષ પહેલા સ્ટેશનની ગરબીમાં દરરોજ નાટકનું આયોજન થતુ જેમાં બહોળી સંખ્યામાં એ જમાનામાં લોકો ઉમટી પડતા સ્ટેશન ગરબી મંડળમાં નાટકોના સુપરસ્ટાર કલાકાર મહેન્દ્રભાઇ દેવમુરારીનું અવસાન થતાં વેપારીઓ દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવવાનું આયોજન થયેલ. જેમાં શૈલેષભાઇ ઠાકર દ્વારા પોરબંદર જુની રગભુમીના કલાકાર મહેન્દ્રભાઇ દેવમુરારીને શબ્દાંજલિ અર્પણ કરવામાં આવેલ. મહેન્દ્રભાઇ દેવમુરારી કે જેમણે અનેક ગામોમાં નાટકો ભજવેલ ગુજરાતી ફિલ્મોમાં અનેક પાત્ર ભજવી ખ્યાતિ પામેલ અને પોરબદરનું નામ રોશન કરેલ.

અનેક સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલ આ કલાકારને શબ્દરૃપી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્વ. મેહન્દ્રભાઇના પુત્ર ધવલભાઇ દેવમુરારી વેપારીઓ સાથે ઉપસ્થિત શૈલેષભાઇ ઠાકર, ધીરૃભાઇ ધનજીભાઇ સોનેરી બાલુભાઇ ગોઢણીયા, મુળજીભાઇ હાથલીયા, હેમંતભાઇ ટુકડીયા, વિષ્ણુભાઇ બુચ, જયંતીભાઇ હોદાર, પ્રવિણભાઇ બામણીયા, કવિતભાઇ વૈષ્ણવ, આનંદ જોશી, પરેશભાઇ ટુકડીયા, રમેશભાઇ સોનીગરા, પ્રવિણભાઇ દાસાણી, નિરવભાઇ દતાણી, નરેન્દ્રભાઇ કકકડ સહિત અનેક વેપારીઓ  જોડાયેલ જયારેલ અશ્વિનભાઇ દવે નાદુરસ્ત તબિયતને કારણે સંદેશ સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કરેલ. આ આયોજન વ્યવસ્થા જાનવીબેન ગોઢાણીયા દ્વારા કરવામાં આવેલ.(

(11:46 am IST)