Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

વિશ્વ પંથે આગળ વધીએ... પ્રજાસતાક પર્વની શુભેચ્છા પાઠવતા ભૂપત બોદર

વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઉંચા રહે હમારા...

રાજકોટ,તા. ૨૫ : જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરએ જીલ્લાના સર્વે ગ્રામજનોને પ્રજાસતાક દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ૨૬ મી જાન્યુઆરીએ ભારતના ઇતિહાસમાં સૌથી ખાસ અને મહત્વનો દિવસ ગણવામાં આવે છે. સમગ્ર દેશ, દેશભકતોને યાદ કરી રહ્યો છે. તે દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં ગુજરાત વિકાસના નવા શિખર સર કરી રહ્યું છે.

૨૧મી સદીમાં ભારતના સપનાઓ અને આકાંક્ષાઓને પુરા કરવામાં કોઇ પણ અવરોધ હવે આપણને રોકી નહીં શકે. આપણી તાકાત આપણી જીવંતતા છે. આપણી તાકાત આપણી એકતા છે, આપણી પ્રાણશકિત રાષ્ટ્ર પ્રથમ-સદૈવ પ્રથમની ભાવના છે. આ સમય છે સહભાગી સપનાઓ જોવાનો, આ સમય છે સહભાગી સંકલ્પ લેવાનો, આ સમય છે સહભાગી પ્રયાસો કરવાનો.. અને આ જ સમય છે કે આપણે વિજયની દિશામાં આગળ ચાલી નીકળીએ એમ ભૂપત બોદરએ જણાવ્યું છે.

(11:50 am IST)