Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

પોરબંદરની હોસ્‍ટેલમાં છાત્રાની જાતિય સતામણીમાં પોલીસ ફરિયાદ દાખલ નહીં કરાય તો ચાઇલ્‍ડ વેલફેર કમીટી દ્વારા ‘‘સુમો મોટો'' દાખલ કરવાની તૈયારી : ગઇકાલે રજુઆતો બાદ મોડી રાત્રી સુધી પોલીસ ફરીયાદ નોંધાઇ શકી નથીઃ પોલીસ દ્વારા તપાસનું બહાનું-?

(પ્રકાશ પંડિત દ્વારા) આદિત્‍યાણા તા.રપ : પોરબંદર આર્યકન્‍યા ગુરૂકુલની હોસ્‍ટેલની એક છાત્રા સાથે અન્‍ય છાત્રાઓ દ્વારા જાતિય સતામણીમાં વાલીઓ તથા ચાઇલ્‍ડ વેલફેર કમીટી દ્વારા પોલીસ ફરીયાદ નોંધવાની માગણી સામે આ બનાવમાં તપાસ ચાલી રહી છે. તેવો જવાબ પોલીસ અપાય રહેલ અને ગઇકાલે મોડી રાત્રીના સુધી કોઇ પોલીસ ફરીયાદ નોંધાય શકી નથી ત્‍યારે પોલીસ ફરીયાદ નહી નોંધાઇ તો ચાઇલ્‍ડ વેલફેર કમીટી દ્વારા આ અંગે ‘સુમો મોટો' દાખલ કરવા તૈયારી કરી રહી છ.ે

પોરબંદરનું આર્યકન્‍યા ગુરૂકુળ કે જે અંદાજે પંચોનો વર્ષથી કાર્યરત છે તેની હોસ્‍ટેલમાં છાત્રા સાથે સજાતીય સતામણીનો કિસ્‍સો બહાર આવતા શરમથી લોકોનું માથુ શરમથી ઝુકી જાય તેવી ચોકાવનારા હકિકતો બહાર આવવા પામેલ છે.

આ બાબતે વિદ્યાર્થીનીના વાલીઓ દ્વારા ગુરૂકુળના પ્રિન્‍સીપાલ અને સંચાલકોને રજુઆત કરતા લાજવાને બદલે ગાજવાહોય અને છાત્રા સામે સવાલો ઉઠાવતા ગુરૂકુળના પ્રીન્‍સીપાલ અને સંચાલકો લોકો ફીટકાર અને  પોકસો હેઠળ પગલા ભરવા માંગણી થઇ છ.ે ત્‍યારે થાકી હારીને ભોગ બનનાર છાત્રાના વાલીઓ અને અન્‍ય આઠથી દસ વિદ્યાર્થીઓના વાલીઓ બપોરના ચાઇલ્‍ડ વેલ્‍ફેર કમીટી સમક્ષ રજુઆત કરવા દોડી ગયેલ અને ત્‍યા ચાઇલ્‍ડ વેલ્‍ફેર કમીટીના ચેરમેન અતુલભાઇ બાપોદરા કમીટી મેમ્‍બર ચેતનાબેન ત્રિવારી કિર્તિબેન પુરોહીત અને પ્રતાપભાઇ સમક્ષ રજુઆત કરતા અને ભોગ બનનાર છાત્રાએ ચેતનાબેન તિવારી સમક્ષ નિવેદન નોંધાવતા છાત્રાએ જણાવેલ કે તેણી સાથે સીનીયર વિદ્યાર્થીઓ સજાતીય સતામણી કરેલ  અને ન કરવાનું કૃત્‍ય કરતી હતી. આ આપવિતી સાંભળવા ચેતનાબેન પણ ચોકી ઉઠેલ હતા અને ચેતનાબેનના જણાવ્‍યા અનુસાર ધોરણ સાતમી આઠમીનીક છાત્રાઓએ પણ તેઓની સાથે સજાતીય સતામણ કરાતી હોવાનું જણાવેલ હતું.

ચાઇલ્‍ડ વેલ્‍ફેર કમીટીના ચેરમેન અતુલભાઇ બાપોદરા, ચેતનાબેન તિવારી, કિર્તિબેન, પ્રતાપભાઇ અને પૂર્વ ચેરમેન પ્રકાશ ભીખુભાઇ પંડિત સીટી ડીવાયએસપી નિલમ ગૌસ્‍વામી પાસે ભોગ બનનાર દિકરી અને વાલીઓને લઇને સાંજે પહોંચેલ બાદમાં ડીવાયએસપી દ્વારા જણાવેલ કે મને તપાસ કરતા ર૪ કલાકનો સમય આપો ત્‍યારે કમીટીના ચેરમેન અને કમીટી મેમ્‍બરોએ જણાવેલ કે હવે આમાં તપાસનો પ્રશ્ન જ આવતો નથી ભોગ બનનાર છાત્રા નિવેદન મુજબ તે ભોગ બન્‍યાનુ઼ જણાવે છ.ે દિકરીએ પ્રિન્‍સીપાલ અને સંચાલકોને એક મહીનાથી કરેલી હતી છાત્રા પ્રિન્‍સીપાલ અને સંચાલકો આંખ આડા કાન કરતા હતા એટલે એફઆઇઆર દાખલ કરવા માંગણી કરી હતી.

ડી.વાય.એસ.પી. એ જણાવેલ કે હું ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશન પર પીએસઆઇને ફોન કરી દઉં છું ત્‍યાં તમે ફરિયાદ નોંધાવી દો. બાદમાં છાત્રા તથા વાલીઓ સાથે ચાઇલ્‍ડ વેલ્‍ફર કમિટીના ચેરમેન અને કમિટી મેમ્‍બરો સાથે ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશને પહોંચેલ તો ત્‍યાંથી પી.એચ.આઇ. મેડમ નીકળી ગયેલ. બાદમાં પી.એસ.ઓ. મેડમ આવેલ અને છાત્રા તેમજ વાલીઓનું નિવેદન લીધેલ અને બાદમાં તેઓએ રાત્રે ૧૧-૦૦ વાગ્‍યા સુધી એફઆઇઆર ઓન લાઇન કરતા અંતે ચાઇલ્‍ડ વેલ્‍ફર કમિશન ચેરમેન અતુલભાઇ બાપોદરા અને ચેતનાબેન તિવારીએ ે પોતાને મળેલી સતાને આધારે લેખીતમાં એસ.પી. પોરબંદર પી.એસ.આઇ. ઉદ્યોગનગરને લેખિતમાં ઓર્ડર કરી ફરિયાદ દાખલ કરવાનો હુકમ પીએસઆઇએ રિસિવ કરેલ તેમાં અંતે રાત્રેના ૧૧-૧૦ મીનીટે ઓર્ડર રિસિવ કરવામાં આવેલ અને પી.એસ.આઇ. એ જણાવેલ કે અમો પગલા લેશું. આ બાબતે ચેરમેન અતુલભાઇ બાપોદરા તેમજ ચેતનાબેન તિવારીએ જણાવેલ કે જો હજુ પણ વાલીઓની ફરિયાદ લેવામાં નહીં આવે તો તેઓ જાતે  બાબતે પોતાને મળેલ સતાની રૂએ સુઓમોટો દાખલ કરાવશે.

પોરબંદરમાં દસ વર્ષ પહેલા લોહાણા બાળાશ્રમમાં બાળકો સાથે પણ જાતીય દુવ્‍યવહાર થયેલ તેમાં પણ તે સંસ્‍થાના સંચાલકો એ પ્રકરણ દબાવતા અંતે પોકસો એકટ મુજબ લોહાણા બાલાશ્રમના ટ્રસ્‍ટીઓ અને સંચાલકો સામે પોલીસ ફરિયાદ દાખલ થયેલ તેવીજ અને આ આર્યકન્‍યા ગુરૂકુળમાં સંચાલકો અને ટ્રસ્‍ટીઓ સામે પણ આ પ્રકરણમાં આંખ આડા કાન કરી ઢાંકપીછોડો કરવા બાબત પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ ચાઇલ્‍ડ વેલ્‍ફર કમિટીના પુર્વ ચેરમેન પ્રકાશભાઇ ભીખુભાઇ પંડિત દ્વારા કરવામાં આવેલ છે.

(1:19 pm IST)