Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

જુનાગઢમાં નમ્રમૂનિ મહારાજના આશિર્વાદ મેળવતા આગેવાનો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. રપઃ રાષ્‍ટ્ર સંત નમ્રમૂનિ મહારાજ હાલ જુનાગઢમાં હોય જેના દર્શન તેમજ સત્‍સંગનો લાભ લેતા રૂપાયતનના હેમંતભાઇ નાણાવટી તેમજ કિરીટભાઇ સંઘવી દાદુભાઇ કનારા શરદભાઇ આડતીયા સહિતના એ આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

રાષ્‍ટ્ર સંત  નમ્રમુનિ મહારાજ  સાહેબ થોડા  દિવસથી  જૂનાગઢ  છે  અને  ગિરનારની સંનિધિમાં  છે..આમ  તો  ૨૦૧૮ માં  રૂપાયતન  પધારી ભૂમિને  પાવન  કરેલી. થોડા  દિવસ  અમારા  નરસિંહ  મહેતા  ભવનમાં  રહી  સાધના કરેલ  ત્‍યારથી  અમારા  પર પ્રેમ વર્ષા  રૂપી  આશિર્વાદ  વરસતા  રહે  છે... રૂપાયતનનું આંગણું આમ પણ  સર્જકો  અને  સાધકો  માટે  આવકાર્ય  છે.. એ ભૂમિનો  પ્રતાપ  છે...ગિરનારની  ગીરીમાળા  નું  અલૌકિક  દર્શન  માટેનો  મંચ  છે  અને  સંત,સાધક અને  સર્જકોનું  હર હંમેશ  આકર્ષણ  રહ્યું  છે  અને  એ કુદરતની  અનન્‍ય  કળપા  છે.. ત્‍યાંથી  ગીરનારી  સ્‍પંદનો  ઝીલવાની  અનેરી  લિજ્જત  છે.

ગઈકાલે  સાંજે  ગુરુદેવનું  ઇજન  હતું   તે  અમે  સહુ  એમનું  સાનિધ્‍ય અને  આનંદ ના  આશિર્વાદ  પામવા  પહોંચી  ગયા.. સાંજનો  સમય  હતો  એટલે  અમારો  સત્‍સંગ  દોઢ  કલાક  ચાલ્‍યો. ઘણી  સહજ  વાતો  કરી.

મારી  સાથે  રૂપાયતન ના  ટ્રસ્‍ટીઓ  કિરીટ  સંઘવી  અને  દાદુભાઈ  કનારા તો  હતા  જ તો  શરદ આડતીયા  લાંબા  સમય  બાદ  ભેગા  થઈ  ગયા. ખૂબ  વાતો  કરી. અને  એમના  આશિર્વાદ રૂપી  પ્રસાદ  પામી  ધન્‍યતા  અનુભવી.

એક  વાતની  ચોક્કસ  પ્રતીતિ  થઈ  કે  એમના  આશિર્વાદ  સાથે  જૂનાગઢ  કાંઈ  અનેરી  સુવિધા  પ્રાપ્ત  કરશે  જે  જૂનાગઢના  અહોભાગ્‍ય  હશે. ગુરુદેવના  પાવન  ચરણોમાં  પ્રણામ  સહ  વંદન  જૂનાગઢના  સુખ  માટે  પ્રાર્થના  ટૂંકમાં  આજે  કાવો, ભજિયાં,ગાંઠીયા  કાંઇ  નહિં  કેવળ  રચનાત્‍મક  સત્‍સંગ..  હાજી,આ પણ  અમારો આનંદ  અને  આવી  પણ  રંગત. (તસ્‍વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:24 pm IST)